નેપાળના નવા પ્રધાનમંત્રી બન્યા કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા પ્રચંડ

કાઠમાંડૂઃ નેપાળના નવા પ્રધાનમંત્રીના નામની આજે પાર્લામેન્ટમાં જાહેરાત કરી દેવામાં આવી છે. કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા પ્રચંડ નેપાળ માટે નવા પ્રધાનમંત્રીની પસંદગી કરવામાં આવી છે. જણાવી દઇએ કે પુષ્પ કમલ દહલ પ્રચંડ નેપાળના 39માં પ્રધાનમંત્રી બન્યા છે. પ્રચંડને 576 વોટોમાંથી 363નું સમર્થન મળ્યું છે.

નેપાળમાં નવા પ્રધાનમંત્રીની ચૂંટણી આજે થવાની હતી. આ ચૂંટણીમાં માઓવાદી સુપ્રીમો પ્રચંડનું જંગી બહુમતીથી જીતવું નિશ્ચિત હતું. આ નામાકનમાં માત્ર પ્રચંડે જ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ પીએમ પદ હાસલ કરવા માટે આજે મતદાન પ્રક્રિયામાં તેમણે બહુમતી સાબિત કરી હતી. સવારે 11 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી.

84 સીટો સાથે નેપાળમાં સંસદની ત્રીજા નંબરની પાર્ટી માઓવાદીઓના અધ્યક્ષ્ય પ્રચંડને સોથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસના 207 સાંસદોનું સમર્થન પ્રાપ્ત કર્યું છે. આ સિવાય મઘેશી દળોના 56 રાજતંત્ર સમર્થક રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીની 35 સહિત લગભગ 400 સાંસદોનું સમર્થન પ્રાપ્ત થશે.

કેપી ઓલીની સરકારના મુખ્ય સહયોગી માઓવાદીએ હાલમાં જ સમર્થન પરત લઇને અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. પોતાની વિરૂદ્ધ આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાનના ઠીક પહેલા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. માઓવાદીના સમર્થનમાં ચાલી રહીલે ઓલી સરકાર 9 મહીના જ ટકી શકી હતી. પ્રચંડ પણ તેમના પહેલા કાર્યકાળમાં 9 મહિના જ સત્તા પર ટકી શક્ય હતા.

You might also like