રસ્તે જતાં સાવધાનઃ તમારા હાથમાં પર્સ અને મોબાઇલ પણ સલામત નથી

અમદાવાદ: શહેરમાં ચેઇન સ્નેચિંગના બનાવોની સાથે-સાથે બેગ અને મોબાઇલ સ્નેચિંગના બનાવો પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. વધતી જતી ગુનાખોરીના કારણે હાથમાં બેગ, મોબાઇલ કે પર્સ લઇને જાહેરમાં ફરવું પણ હવે સુર‌િક્ષત નથી રહ્યું. શહેરમાં છેલ્લા બે દિવસમાં બેગ સ્નેચિંગ અને મોબાઇલ સ્નેચિંગના બનાવો જોવા મળ્યા છે. ઇસનપુર, શહેરકોટડા, એ‌લિસ‌િબ્રજ અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બાઇક અને એ‌િક્ટવા લઇને લૂંટ કરવા માટે આવેલા શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ થઇ છે.

ચાંદખેડા વિસ્તારમાં આવેલ ગ્રીનઓરા સોસાયટીમાં રહેતી ૩૦ વર્ષીય પરમિન્દરકૌરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લૂંટ કરવા માટે આવેલા બે શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. પરમિન્દરકૌર ડ્રાઇવ-ઈન રોડ પર આવેલ ‌િહમાલયા મોલમાં નોકરી કરે છે. ગઇ કાલે નોકરી પૂરી કરીને પરમિન્દરકૌર રાત્રે બીઆરટીએસ બસમાં બેસીને ચાંદખેડા તેના ઘરે જતી હતી. ચાંદખેડા બસસ્ટેન્ડ પર ઊતરીને તે ચાલતી-ચાલતી જતી હતી ત્યારે બાઇક પર આવેલા એક શખ્સે તેના હાથમાં રહેલું પર્સ ઝૂંટવવાની કોશિશ કરી હતી.

લૂંટારુના હાથમાં પર્સ નહીં આવતાં તે નાસી ગયા હતા. થોડેક દૂરથી બાઇક લઇને લૂંટારુ પરત આવ્યો હતો અને ફરીથી પરમિન્દરકૌરના હાથમાંથી પર્સ ઝૂંટવવાની કોશિશ કરી હતી. લૂંટારુના હાથમાં પર્સ નહીં આવતાં તે જમીન પર પટકાયો હતો. જમીન પર પડતાંની સાથે જ તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. સ્થાનિકો આ ઘટના જોઇને દોડી આવ્યા હતા અને લૂંટ માટે આવેલા યુવકને પકડી લીધો હતો અને ઢોર માર મારીને પોલીસના હવાલે કર્યો હતો. ધરપકડ કરાયેલા યુવકનું નામ રાકેશ પરમાર છે અને તે ચાંદખેડાનો રહેવાસી છે.

ઘોડાસર વિસ્તારમાં આવેલ મંગલમ સોસાયટીમાં રહેતા ઇન્દ્રવદનભાઇ નગીનભાઇ પટેલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં બે શખ્સ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ઇન્દ્રવદનભાઇ ઇસનપુર વિસ્તારમાં આવેલ એન.જી.વેર હાઉ‌સના એકાઉન્ટ વિભાગમાં નોકરી કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે.

ગઇ કાલે કંપનીના કામ માટે ઇન્દ્રવદનભાઇ મ‌િણનગર ખાતે આવેલ કૃષ્ણબાગ સર્કલ પાસે આવેલી એ‌િક્સસ બેન્કમાં ગયા હતા. ઇન્દ્રવદનભાઇએ બેન્કમાંથી એક લાખ રૂપિયા રોકડા લઇને તેમની બેગમાં મૂકીને ઓફિસ તરફ આવવા માટે નીકળ્યા હતા. ઇન્દ્રવદનભાઇ બાઇક લઇને ઓફિસ જતા હતા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ રૂપિયા ભરેલી બેંગ લૂંટી લીધી હતી.

ગણતરીની સેકન્ડોમાં બાઇકચાલકની પાછળ બેઠેલા શખ્સે ઇન્દ્રવદનભાઇની બેગ ઝૂંટવી લીધી હતી અને ફરાર થઇ ગયા હતા. બેગ ઝૂંટવીને ફરાર થયેલા બાઇકચાલકોના કારણે ઇન્દ્રવદનભાઇએ બાઇક પર કાબૂ ગુમાવ્યો હતો, જેમાં તે રોડ પર પટકાયા હતા. આ ઘટના જોઇને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સને બોલાવી હતી.

ઇન્દ્રવદનભાઇને સામાન્ય ઇજા પહોંચતાં તેમની સ્થળ પર જ સારવાર થઇ હતી. ઘટનાની જાણ ઇસનપુર પોલીસને થતાં તેઓ તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઇન્દ્રવદનભાઇની ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઇસનપુર પોલીસે હાલ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે.

સુરેન્દ્રનગર ખાતે રહેતા અને મૂળ હૈદરાબાદના ૬પ વર્ષીય ઇનાયતભાઇ હુદ્દાએ એ‌લિસ‌િબ્રજ પોલીસ સ્ટેશનમાં બે શખ્સ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. થોડાક દિવસ પહેલાં ઇનાયતભાઇ તેમની પત્ની ફિરદોસને લઇ વેજલપુરમાં રહેતી તેમની પુત્રી ફરિદાને મળવા માટે તેમજ પ‌િરમલ ગાર્ડન પાસે આવેલ ડોકટર હાઉસમાં આવ્યા હતા.

બન્ને જણા ગીતામં‌દિરથી સીધા ઉસ્માનપુરા ગયા હતા, જ્યાં ‌િફરદોસની સારવાર કરાવી હતી. સારવાર કરાવ્યા બાદ ‌િફરદોસ અને ઇનાયતભાઇ પરિમલ ગાર્ડન ખાતે આવેલ એક ડોક્ટરને મળીને વેજલપુર ‌િરક્ષામાં બેસીને જતા હતા. છડાવાડ પોલીસચોકી નજીક બન્ને જણા ‌િરક્ષામાં બેસીને જતા હતા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ ‌િફરદોસની બેગ ઝૂંટવીને નાસી ગયા હતા. બેગમાં ૧પ૦૦૦ રોકડ તેમજ મોબાઇલ ફોન અને હૈદરાબાદની રેલવે રિટર્ન ‌િટ‌િકટ હતી. ‌િફરદોસે તેમના પગ પર બેગ મૂકી હતી ત્યારે બાઇકચાલકોએ થોડીક વારમાં બેગ ઝૂંટવીને નાસી ગયા હતા. આ મામલે એ‌િલસ‌િબ્રજ પોલીસે બાઇક ચલકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

શહેરકોટડામાં આવેલી અનિલ સ્ટાર્ચ મિલ પાસેની કા‌લિકાપાર્ક સોસાયટીમાં રહેતા દિવ્યાંગ પટણીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં બાઇકચાલકો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. દિવ્યાંગ ભવન્સ કોલેજમાં એસ.વાય.બીએમાં અભ્યાસ કરે છે. બુધવારની મોડી રાતે દિવ્યાંગ તેના ઘર પાસે ચાલતો ચાલતો જતો હતો ત્યારે એ‌ક્ટિવા પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને નાસી ગયા હતા.

દિવ્યાંગના હાથમાં મોબાઇલ ફોન હતો ત્યારે એ‌િકટવા ચાલકોએ તકનો લાભ લઇને આ ઘટનાને અંજામ આપ્યો હતો. શહેરકોટડા પોલીસે આ મામલે ગઇ કાલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાહદારીઓના મોબાઇલ, બેગને ઝૂંટવીને ફરાર થઇ જતી ટોળકીઓ સક્રિય થઇ છે.

You might also like