પેટના સ્વાસ્થ્યને સુધારવા માટે પોષક છે પર્પલ પોટેટો

અાપણે સાદા બટેકા જ વધુ ખાતા હોઈએ છીએ, પરંતુ પર્પલ રંગનો ગર ધરાવતા બટેટા પણ હોય છે. તે પેટના સ્વાસ્થ્યને સુધારવામાં સારું કામ કરે છે. પર્પલ પોટેટોમાં અાંતરડાંને હાની પહોંચાડે તેવા પ્રોટિનની માત્રા ઘટાડે તેવા ગુણકારી તત્ત્વો હોય છે. મોટાભાગે અાંતરડાંમાં સારા બેક્ટેરિયા ઘટી જવાના કારણે પેદા થતું ઈન્ફ્લેમેશન લાંબો સમય એમ જ સારવાર વિનાનું પડ્યું રહે તો અાંતરડાંને કાયમી નુકસાન થાય છે. સાદા બટેટામાં પણ ઈન્ફ્લેમેશન ઘટાડે તેવા તત્ત્વો હોય છે, પરંતુ પર્પલ પોટેટોમાં અા ઘટકો છ ગણુ વધુ માત્રામાં હોય છે.

You might also like