નગ્ન હાલતમાં મળ્યો હતો ઓમપુરીનો દેહ : પોસ્ટમોર્ટમમાં પણ વિસંગતતા

મુંબઇ : અભિનેતા ઓમપુરી પોતાની અંતિમ સફર પર નિકળી ચુક્યા છે. હવે જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ એખ ચોંકાવનારી હકીકત સામે આવી છે. શુક્રવારે ઓમપુરીનુ શબ તેમના ફ્લેટના કિચનમાંથી મળી આવ્યું હતું. ઓમ પુરીના શીર પર એક પણ કપડુ નહોતું. સુત્રો અનુસાર ગુરૂવારે આખી રાત પુર્વ પત્ની નંદિતાથી ઘણી ગરમા ગરમ ચર્ચા થઇ હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ઉપરી હિસ્સામાં ડોઢ ઇન્ચ ઉંડો ખાડો જોવા મળ્યો છે. શરૂઆતમાં તેમના મોતનું કારણ હાર્ટ એટેક કહેવાઇ રહ્યું હતું પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમના મોતના મોતના અસલી કારણનો કોઇ ખુલાસો થિ શક્યો નથી. ચર્ચા છે કે નંદિતાએ પુરીના મોત માટે ખાલિદ અને ડ્રાઇવર મિશ્રા પર આરોપ લગાવ્યો છે.

પોલીસે નિર્માતા ખાલિદની શુક્રવારે રાત્રે લગભગ બે કલાક સુધી પુછપરછ રી હતી. સમાચાર છે કે આ પુછપરછમાં ખાલિદે કહ્યું કે ગત્ત રાત્રે નંદિતા અને ઓમમાં ખુબ ઝગડો થયો હતો. ખાલિદ તે વ્યક્તિ છે જે છેલ્લી રાત ઓમપુરી સાથે હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં માથામાં કેટલાક બ્લડ કોટિંગની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ ટુંક જ સમયમાં પુરીના પત્ની નંદિતા, પુત્ર ઇશાન અને અભિનેતા મનોજ પાહવાની પુછપરછ કરશે. ઓમ અને નંદિતા બંન્ને અલગ રહેતા હતા. નંદિતા તેમની બીજી પત્ની હતી.

You might also like