પુરી એક્સપ્રેસના શૌચાલયની છતમાં સંતાડેલો ગાંજાનો જથ્થો ઝડપાયો

અમદાવાદ: અમદાવાદ-પુરી એક્સપ્રેસના કોચમાં આવેલા શૌચાલયની છતમાં પાણીની ટાંકીના ભાગે સંતાડેલો ગાંજાનો જથ્થો અમદાવાદ રેલવે એલસીબી અને રેલવે પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે. બિનવારસી હાલતમાં ૧૧ કિલો કિંમત રૂ. ૧.૩૫ લાખનો ગાંજો રેલવે પોલીસે જપ્ત કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાતમના આધારે એલસીબીના પીઆઇ આર.એમ દવે અને અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન પી આઈ આર.એમ. ચૂડાસમા સહિતના અધિકારીઓએ ટ્રેનના કોચમાં જઈ શૌચાલયની છતમાં પાણીની ટાંકીના ભાગે પ્લાયવૂડ હટાવીને જોતાં સેલોટેપ વીંટાળેલી હાલતમાં વ્યવસ્થિત પેક કરેલા ગાંજાના ૧૧ પેકેટ મળી આવ્યાં હતાં.

કોઈ અજાણી વ્યક્તિએ કોચમાં આવેલા શૌચાલયની છતમાં આ ગાંજાનો જથ્થો મૂકી અમદાવાદ પહ્ચાોંડયો હતો. રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પુરી એક્સપ્રેસમાં શૌચાલયમાંથી જ મોટા પ્રમાણમાં પેકિંગ કરેલી હાલતમાં ગાંજાનો જથ્થો ઝડપાયો હતો જો કે તેના હજી સુધી આરોપીઓ રેલવે પોલીસને મળ્યા નથી.

You might also like