પંજાબમાં ભગવંત માનને મળી શકે છે મહત્વની જવાબદારી

જાલંધર : આમ આદમી પાર્ટીનાં એન.આર.આઇ સમર્થકોને મોટો ઝટકો લાગી શકે છે, જેમણે પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલને ભગવંત માનને પંજાબના કન્વીનર નહી બનાવવા માટે પત્ર લખ્યો હતો. સુત્રો અનુસાર સોમવારે દિલ્હીમાં કેજરીવાલનાં ઘરે થયેલી પાર્ટી ધારાસભ્યોની મીટિંગમાં ભગવંત માનને પંજાબનાં કન્વીનર બનાવવા અંગે સંમતી સધાઇ છે. જેની જાહેરાત ટુંકમાં જ કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીનું આંતરિક યુદ્ધ ધીરે ધીરે વિકરાળ બની રહ્યું છે. હવે આ આંતરિક વિખવાદ વિદેશી યૂનિટોમાં પણ પહોંચી ચુક્યો છે. આ લડાઇનું કારણ બન્યું છે પાર્ટીનાં સાંસદોમાં આંતરિક મનમેળનો અભાવ. ખાસ કરીને ભગવંત માનનો સ્વભાવઆ માટે કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પાર્ટી સુત્રો અનુસાર પંજાબ ચૂંટણીમાં તન, મન અને ઘનથી સાથ આપવાનારા એનઆરઆઇ દ્વારા પંજાબની હારનાં મંથ મુદ્દે પાર્ટી હાઇકમાન્ડને કેટલીક સલાહો આફી હતી. જેમાં એક પત્ર આ તમામ દેશોનાં એક સંયક્ત એકમ દ્વારા લખવામાં આવ્યો છે. જેમાં પાર્ટી સંયોજક કેજરીવાલને કહેવાયું છે કે પાર્ટી પંજાબન કન્વીનર બદલવા માંગે છે. જો કે ભગવંત માનને કોઇ પણ પરિસ્થિતીમાં ન બનાવવામાં આવે. કારણ કે પાર્ટીની પંજાબની છબી ખરાબ કરવામાં ભગવંત માનનો ઘણો મોટો હાથ છે.

You might also like