આઇપીએલ-9: દિલ્હી સામે પંજાબનો નવ રને રોમાંચક વિજય

પહેલા પોતાના બેટ્સમેનોના શાનદાર પ્રદર્શ બાદ પોતાના બોલર્સના સારા પ્રદર્શન પર કિંગ્સ ઇલેવન પંજાબે આઇપીએલ-9ની મેચમાં દિલ્હીને નવ રને પરાજય આપ્યો હતો. 182 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી દિલ્હીની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટેના નુકસાન પર 172 રન જ બનાવી શકી હતી અને તેનો 9 રને પરાજય થયો હતો. દિલ્હી તરફથી સૌથી વધુ 52 રન ડી કોકે બનાવ્યા હતા. 30 બોલમાં ડી કોકે છ બાઉન્ડ્રી અને બે સિક્સરની મદદથી 52 રન બનાવ્યા હતા. જ્યારે સંજૂ સેમસન એક રનથી પોતાનું અડધી સદી ચૂકી ગયો હતો. તેણે 35 બોલમાં 49 રન બનાવ્યા હતા. સેમસને 49 રનમાં ચાર બાઉન્ડ્રી અને એક સિકસર મારી હતી. આ અગાઉ ટોસ હાર્યા બાદ બેટિંગમાં આવેલી પંજાબની ટીમની શરૂઆત સારી રહી હતી. પંજાબે 6 ઓવરમાં 45 રન બનાવ્યાહતા. જો કે ત્યારબાદ એકસાથે બે વિકેટ પડી ગઇ હતી. મુરલી વિજય 25 તેમજ અમલા 1 રન બનાવી આઉટ થઇ ગયા હતા. પંજાબે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 181 રન બનાવ્યા હતા. જેમાં સ્ટોઇનિસ અને સાહાએ 52-52 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે મિલરે 11 અને અક્ષર પટેલે 16 અણનમ રન કર્યા હતા. મેક્સવેલે પણ 16રનનું યોગદાન કર્યું હતુ. પંજાબ તરફથી સ્ટોઇનિસે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. સ્ટોઇનિસને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

You might also like