પંજાબમાં ટ્રેન વ્યવહાર ખોરવાતાં હવાઈ સેવાનાં ભાડાંમાં વધારો

નવી દિલ્હી: ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમ મામલે સીબીઆઈએ આપેલા ચુકાદા બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેના કારણે પંજાબ અને હરિયાણાથી પસાર થતી અનેક ટ્રેન રદ કરવી પડી છે અને તેના કારણે હવાઈ સેવાનાં ભાડાંમાં અસાધારણ ઉછાળો આવ્યો છે. ગઈ કાલે જે ચુકાદો આવ્યો હતો તેના કારણે રેલવે સેવા પર ખાસી અસર પડી છે.

રામ રહીમ મામલે દિલ્હી, ચંડીગઢ અને દિલ્હી –અમૃતસર લાઈનની ટ્રેન સેવા લગભગ સાવ ઠપ થઈ ગઈ છે.જેમાં છેલ્લા બે દિવસમાં ૧૮ ટ્રેન રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર રેલવેએ શુક્રવારે લગભગ ૨૦૦ ટ્રેન કેન્સલ કરી દીધી છે. તેની સીધી અસર રોડ માર્ગ અને હવાઈ યાત્રા પર જોવા મળી રહી છે. જેના કારણે દિલ્હીથી હરિયાણા, પંજાબ,હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં જતી તમામ બસમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

ગત શુક્રવારે દિલ્હી- ચંડીગઢ સેકટરનું ભાડું ૧૦ હજારથી લઈને ૨૧ હજાર સુધી લેવામાં આવી રહ્યું છે. જે સામાન્ય દિવસોમાં ૧૪૦૦થી ૨૦૦૦ હોય છે. આ ઉપરાંત આ રૂટની હવાઈ સેવા પણ વધુ મોંધી બની છે. તેના કારણે આ વિસ્તારમાં અવરજવર કરતા યાત્રિકેને મુસીબતમાં મુકાવું પડી રહ્યું છે.

You might also like