પંજાબમાં આજે મોદી, રાહુલ અને કેજરીવાલ સંબોધશે રેલી

નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે તમામ પાર્ટીઓ પ્રચારના અંતિમ તબક્કામાં પોતાની સંપૂર્ણ તાકાત લાગાવી રહી છે. આજે ત્રણેય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ અહીં પ્રચાર માટે આવી રહ્યાં છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જલંધરમાં અકાલી-બીજેપી સરકાર માટે જનસભા કરશે. તો આમ આદમી પાર્ટીના મુખિયા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબ અને પટિયાલામાં રોડ શો કરવાના છે. કોંગ્રેસ માટે પ્રચારમાં શુક્રવારે રાહુલ ગાંધી પંજાબમાં આવવાના છે. રાહુલ ગાંધી અમૃતસરમાં જનસભા સંબોધવાના છે. પંજાબ ચૂંટણીની જાહેરાત બાદ આ રીતની ઘટના પહેલી વખત બની છે. જ્યારે મોદી, કેજરીવાલ અને રાહુલ ત્રણેય એક સાથે પંજાબમાં એક જ દિવસે સભા સંબોધવાના છે.

મતદાનને હવે ગણતરીના દિવસો રહી ગયા છે. તમામ પાર્ટીઓના સ્ટાર પ્રચારક જોર-શોરથી પ્રચારમાં ઉતરી રહ્યાં છે. આ બધાની વચ્ચે શુક્રવારે મોદી, કેજરીવાલ અને રાહુલ ગાંધીના ભાષણ પર સૌની નજર રહેશે , કોણ કોની વિરૂદ્ધ કેવું આક્રમક વલણ અપનાવશે તે તો આજની સભા અને રેલી પરથી જ જાણી શકાશે.

http://sambhaavnews.com/

You might also like