ટીમ ઈંડિયાની કેર્ટન હરમનપ્રીત કૌર દોષી જાહેર, DSPની નોકરી છિનવાઈ

મહિલા T20 ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરની ડેપ્યુટી ડીએસપી બનવાની આશાને લાગ્યો ઝટકો. પંજાબ સરકારે એની પાસેતી DSPનો રેન્ક છીનવી લીધો છે. હવે તેને કોન્સ્ટેબલની નોકરી પણ મળી શકે. વાસ્તવમાં તપાસમાં તેની સ્નાતક ડિગ્રી નકલી નિકળી છે. સૂત્રોનું માનીએ તો હરમનપ્રીતથી તેનો અર્જુન અવોર્ડ પણ છીનવી શકાય છે. તમને જણાવી દઇએ કે પંજાબના મોગામાં રહેનારી હરમનપ્રીતે 1 માર્ચ 2018એ ડેપ્યુટી એસપી પદ મેળવ્યું હતું.

જોઇનિંગ વખતે જે યૂનિવર્સિટીથી ગ્રેડ્યુએશનની ડિગ્રી મેળવી હતી તેને નકલી જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે પંજાબ સરકારે હરમનપ્રીતને ચિઠ્ઠી લખી કે તેનું ક્વોલિફિકેશન માત્ર 12માં સુધી જ માન્ય છે, એવામાં તેને કોન્સ્ટેબલની નોકરી મળી શકે છે. પંજાબના એક અધિકારીએ જણાવ્યું કે હાલના શૈક્ષિક યોગ્યતાના હિસાબથી એને DSPનો રેન્ક મળી શકે નહીં. પંજાબ પોલીસના નિયમ અનુસાર 12મું પાસ વ્યક્તિને DSP બનાવવાની પરવાનગી આપતું નથી.

આ મામલે બીજી એક વાત સામે આવી છે. એ વાત એવી છે કે જો પંજાબ પોલિસ હરમનપ્રીતની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કરે છે તો એની પાસેથી અર્જુન એવોર્ડ પણ છીનવાઇ શકે છે. જો કે આ માટે હજુ પંજાબ સરકાર તરફથી કંઇ કહેવામાં આવ્યું નથી. હરમનપ્રીતે આ પહેલા ઇન્ડિયન રેલ્વેમાં કાર્યરત હતી. પંજાબ પોલિસમાં જોઇન કરવાને લઇને એને પોતાની જોબ છોડી હતી.

You might also like