પાકિસ્તાની હથિયારોની સાથે પંજાબ પોલીસે પકડ્યા ત્રણ આતંકવાદી

પંજાબ: પંજાબ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પંજાબના હોશિયારપુરથી પંજાબ પોલીસે ખાલિસ્તાન લિબરેશન ફોર્સના ત્રણ આતંકવાદીઓને પાકિસ્તાની હથિયારો સાથે ધરપકડ કરી છે. પોલીસે ત્રણ આતંકવાદીઓની પાસેથી 3 પિસ્તોલ, 15 બુલેટપ્રૂફ જેકેટ અને વિસ્ફોટક મળી આવ્યા છે.

ભારે માત્રામાં વિસ્ફોટક અને હથિયાર મળી આવતાં પોલીસને શંકા છે કે આ લોકો કોઇ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. પંજાબ પોલીસના અનુસાર ત્રણેય આતંકવાદી જસપ્રીત, હરદીપ અને કુલદીપ વિદેશમાં બેઠેલા ખાલિસ્તાન સમર્થક ઉગ્રવાદી જુથો અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએસના સંપર્કમાં હતા અને આતંકવાદીઓ 15 ઓગસ્ટના અવરસે પંજાબમાં મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.

હાલમાં પોલીસે ત્રણેય આતંકવાદી સાથે પૂછપરછ કરી છે અને આ ત્રણેય આતંકવાદીઓનો હેતુ શું હતો. તે પણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે.

You might also like