પંજાબ નેશનલ બેન્ક લઇ રહી છે આ નિર્ણય…શું છે વિગત

નવી દિલ્હી: દેશની અગ્રણી સરકારી પંજાબ નેશનલ બેન્ક આગામી ૧૨ મહિનાની અંદર નુકસાનીમાં ચાલી રહેલ ૩૦૦ શાખાઓ બંધ કરી શકે છે અથવા આ શાખાઓના કામકાજની જગ્યા બદલાઇ શકે છે.

બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનીલ મહેતાએ જણાવ્યું કે બેન્કની બિઝનેસ સ્ટ્રેટેજીના ભાગરૂપે ખોટમાં ચાલી રહેલ શાખાઓ નફો કરતી થાય તે અમારી પ્રાથમિકતા છે. બેન્કે અગ્રણી અધિકારીઓની એક કમિટી બનાવી છે, જે આ સંબંધે વિસ્તૃત અધ્યયન કરશે તથા બ્રાન્ચ નેટવર્કને તર્કસંગત બનાવવાની રણનીતિ ઉપર એક રિપોર્ટ તૈયાર કરશે.

બેન્ક વેપારની સંભાવનાઓ તથા બિઝનેસ નેટવર્ક સંબંધે પણ ઉચ્ચ અધિકારીઓ વિચાર-વિમર્શ કરશે. નોંધનીય છે કે પાછલા નાણાકીય વર્ષ દરમિયાન બેન્કની ૬,૯૩૭ શાખાઓ હતી, જેમના નેટવર્કમાં વધુમાં વધુ ૧૭૮ શાખાઓ જોડી છે.

બેન્કના ઉચ્ચ અધિકારીઓના કહેવા પ્રમાણે બેન્ક ડિજિટલ બેન્કિંગ સિસ્ટમ તરફ આગળ વધી રહી છે, જે બિઝનેસ વધારવામાં તથા ગ્રાહકો સુધી પહોંચ બનાવવામાં મદદ કરી રહી છે.

You might also like