પંજાબ સરકારનું ૫૦ હજાર કરોડનું અનાજ કૌભાંડ

નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસના પ્રવકતા સુનીલ જાખડે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે ૧૨ હજાર કરોડનાં અનાજ કૌભાંડ પંજાબ સરકાર લોકોને ગુમરાહ કરી રહી છે. તેમણે ફૂડ ગ્રેન કૌભાંડમાં વેરિફિકેશન કરાવવા સામે સવાલ કરતાં જણાવ્યું હતું કે તેઓ આ અંગે તપાસ થશે તો કોર્ટમાં જશે.

અનાજ કૌભાંડના મામલે તેમણે જણાવ્યું કે સરકાર મીડિયામાં મોટી જાહેરાતો આપી ઘઉંનો સ્ટોક પૂરો હોવાનો દાવો કરે છે. પરંતુ અનાજ ક્યાં છે? તેનો સરકાર પાસે કોઈ જવાબ નથી. જાખડે જણાવ્યું કે સરકાર તેને ઘઉં કૌભાંડ ગણાવે છે પરંતુ આ અનાજ કૌભાંડ છે. ખુદ સરકારે જ આ અંગે જાહેરાત આપી જણાવ્યું છે કે ઘઉં તો પૂરા છે પરંંતુ અનાજના સ્ટોકમાં ગેરરીતિ થઈ છે.

આરબીઆઈ અને કેગની તપાસમાં બહાર આવ્યું છે કે ફૂડ ગ્રેન કૌભાંડ ૧૨૦૦૦ કરોડનું નહિ પરંતુ અત્યાર સુધીમાં ૨૭ હજાર કરોડ સુધી પહોંચી ગયું છે. જો તેનુ વેરિફિકેશન કરાવવામાં આવે તો આ કૌભાંડ ૫૦ હજાર કરોડથી વધુ હોવાનું બહાર આવે તેમ છે.

તેમણે આમ આદમીના નેતાઓ પાસે આવી બાબતનો અનુભવ નથી. મુખ્યપ્રધાન પણ તેમની સિનિયોરિટી અને વયનો લાભ ઉઠાવી નિષ્ફળતા છુપાવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે અનુભવ વિનાના આપના નેતાઓના સહારે પંજાબને છોડી ન શકાય.

જાખડે વધુમાં જણાવ્યું કે અત્યાર સુધી અનાજ બજારમાં ૧૦૭ લાખ ટન ઘઉં આવી ગયા છે. જેની કિંમત ૧૮ હજાર કરોડ થાય છે. પરંતુ ખેડૂતોને માત્ર ૧૦,૭૦૦ કરોડની જ ચુકવણી થઈ છે. કિસાનોને હજુ સરકાર પાસેથી આઠ હજાર કરોડ લેવાના બાકી નીકળે છે. ખેડૂતોને છેલ્લે ૨૧ અેપ્રિલે રકમની ચુકવણી થઈ હતી.

You might also like