પંજાબ-ગોવામાં ડોર ડુ ડોર પ્રચાર શરૂઃ કાલે મતદાન

ચંડીગઢ: પંજાબ અને ગોવા વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા બાદ હવે આ બંને રાજ્યમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ થયો છે. જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર પ્રચાર કરવા સામે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આવતી કાલે પંજાબ અને ગોવામાં મતદાન થશે. આજે ડોર ટુ ડોર પ્રચારના અંતિમ દિવસે તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી પ્રચાર કરશે.

પંજાબમાં ૧૧૭ સીટ માટે રર,૬૦૦ મતદાન મથક પર મતદાતાઓ મતદાન કરશે. મતગણતરી ૧૧ માર્ચે થશે. અત્યાર સુધી પજાબમાં કોંગ્રેસ, ભાજપ, આપ અને અન્ય પાર્ટીઓના નેતાઓએ પ્રચાર દરમિયાન અનેક રેલીઓ અને સભાને સંબોધી છે. આવતી કાલે થનારા મતદાનમાં કેટલું મતદાન થાય છે તેના પર તમામ પાર્ટીઓની નજર રહેશે.
રાજ્યમાં લગભગ ૧૧ દિવસ સુધી ચાલેલા પ્રચારમાં વિવિધ પાર્ટીઓના નેતાઓએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. ત્યારે આવતી કાલે થનારા મતદાનમાં પ્રચારની કેવી અસર થાય છે તે જોવાનું રહ્યું.

રાહુલ ગાંધી, નવજોત સિદ્ધુ, કેજરીવાલ, મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ અને નાયબ મુખ્યપ્રધાન સુખબીર બાદલ સહિત અનેક નેતાઓએ વિવિધ રેલીઓને સંબોધી હતી. તેથી પંજાબના મતદારો કયા પક્ષ પર વધુ વિશ્વાસ વ્યકત કરે છે તે ૧૧ માર્ચે જાણવા મળી શકશે.

ગોવામાં પણ ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કામગીરી શરૂ કરી દીધી છે. અને ગોવામાં પણ કાલે મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રસ એમ બંને પક્ષ વિજયના દાવા કરી રહ્યા છે. આ વખતે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર પ્રચારનો પ્રતિબંધ ફરમાવતા ઉમેદવારો માટે આજે માત્ર ડોર ડુ ડોર પ્રચાર જ એક વિકલ્પ રહ્યો છે. તેથી ઉમેદવારો માટે આજે પ્રચારની અંતિમ તક છે. જેમાં તેમાં તેઓ એડીચોટીનું જોર લગાવી પ્રચાર કરશે તેવું લાગી રહ્યું છે. બંને રાજ્યમાં મતદાન માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને મતદાનની પ્રકિયા માટેની તમામ કામગીરી પૂરી કરી દેવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like