પંજાબમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતાં સાતનાં મોત

નવી દિલ્હી: પંજાબના સંગરૂરમાં એક ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતાં તેમાં સાત વ્યકિતનાં મોત થયાં છે. ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી, જોકે અફરાતફરીમાં સાત લોકોનાં મોત થતાં તેમનાં શબ બહાર કાઢવામાં આવ્યાં છે.

આ દુર્ઘટના સંગરૂર જિલ્લાના સુલર ઘરાટ ગામમાં બની હતી. આ ગામના અંતરિયાળ વિસ્તારમાં એક ફટાકડાનું ગોડાઉન આવેલું છે, તેમાં દિવાળીને ધ્યાનમાં લઈ મોટી માત્રામાં સ્ટોક રાખવામાં આવ્યો હતો. દરમિયાન આ ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં એકાએક આગ લાગી હતી. બ્લાસ્ટ પ્રચંડ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉન આસપાસ આવેલાં કેટલાંક મકાનો પણ આગની લપેટમાં આવી ગયાં હતાં. આ દરમિયાન ભારે અફરાતફરી મચી જવા પામી હતી.

આ દરમિયાન આસપાસનાં મકાનો અને ગોડાઉનમાં રહેલા કેટલાક લોકો આગની લપેટમાં આવી જતાં સાત લોકો આગમાં બળીને ભડથું થઈ જતાં રાહત-બચાવ કર્મચારીઓની ટીમે આ તમામ સાત લોકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા, જોકે બ્લાસ્ટ શાના કારણે થયો હતો તેનું સાચું કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનાથી આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.  બનાવની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.

You might also like