પંજાબના કૃષિ મંત્રીએ કહ્યું; ભગવાનની મરજીથી આત્માહત્યા કરી રહ્યાં છે ખેડૂતો

ચંદીગઢ: દેશમાં ખેડૂતોની સ્થિતિ કોઇનાથી છુપાયેલી નથી. સતત દુકાળની માર સહન કરી રહેલા ખેડૂતો દેવામાં ડૂબી રહ્યાં છે અને મોતને ભેટી રહ્યાં છે. ખેડૂતોના દર્દ પર મલમ લગાવવાના બદલે પંજાબ સરકારના કૃષિ મંત્રી સુરજીત સિંહે બુધવારે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ખેડૂતોની આત્મહત્યાને ભગવાનની મરજી ગણાવી હતી.

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે ‘ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે એ ભગવાનની મરજી છે.’ તેમનું આ નિવેદન તે ઘટના બાદ આવ્યું છે જેમાં ગજીસાલાર ગામમાં એક ખેડૂતે પુઆલ પર આગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

આવું પહેલીવાર થયું નથી કે સુરજીત સિંહે ભગવાનનું નામ લઇને કોઇ ઘટનાથી હાથ ઉંચા કરી દીધા હોય. આ પહેલાં તેમણે ગત વર્ષે પંજાબના ડેપ્યૂટી સીએમ સુખબીર બાદલની કંપનીની બસમાં 13 વર્ષની છોકરી સાથે છેડતી અને બસમાંથી ફેંકવાની ઘટના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આ ‘ભગવાનની મરજી છે.’

You might also like