પંજાબ સરકારે તમામ સરકારી ક્ષેત્રમાં મહિલાઓને 50 ટકા અનામત્ત

ચંદીગઢ : પંજાબ સરકારની કેબિનેટની મીટિંગમાં મહિલાઓનાં અનામત્તનાં મુદ્દે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો. બેઠકમાં પંજાબમાં યોજાનાર તમામ નગરનિગમ અને પંચાયત ચૂંટણીમાં મહિલાઓને 50 ટકા અનામત્ત આપવાનો નિર્ણય લીધો છે. વિધાનસભાને છોડીને તમામ સરકારી મહેકમમાં નોકરીથી માંડીને ચૂંટણી સુધી મહિલાઓને 50 ટકા અનામત આપવામાં આવશે.

પંજાબનાં મુક્યમંત્રી અમરિંદરસિંહની અધ્યક્ષતામાં કેબિનેટની પહેલી બેઠકમાં જ મહિલા અનામતનાં મુદ્દે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો પંજાબ સરકારે તમામ સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો હતો. પંજાબ કોંગ્રેસે ચૂંટણી અભિયાન દરમિયાન આ વચન આપ્યું હતું કે પંચાયતી રાજ સંસ્થાઓ અને સ્થાનિક એકમ સંસ્થાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 33 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બિહાર દેશનું પહેલુ એવુ રાજ્ય છે જેણે પંચાયત ચૂંટણીમાં 50 ટકા અનામત્ત મહિલાઓને આપ્યું હતું. ત્યાર બાદ અન્ય ઘણા રાજ્યો બિહારનાં માર્ગે ચાલ્યા હતા. ઉત્તરપ્રદેશનાં પંચાયતી ચૂંટણીમાં મહિલાઓ માટે 33 ટકા અનામત્ત છે, બીજી તરફ આરક્ષણથી વધારે 44 ટકા મહિલાઓ ગ્રામ પ્રધાન છે. વર્ષ 2006માં બિહારનાં આ નિર્ણય બાદ આ વર્ષે 55 ટકા મહિલાઓ ગ્રામપ્રધાન ચૂંટઇ હતી.

You might also like