ડેરા હિંસા: હાઇકોર્ટે લગાવી PM મોદીને ફટકાર, કહ્યું દેશના PM છો, ભાજપના નહીં

ચંડીગઢ: સાધ્વી રેપ કેસમાં બાબા રામ રહીમને દોષિત માન્યા બાદ થયેલી હિંસા રોકવામાં નિષ્ફળ રહેલા પર પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફટકાર લગાવી છે. શનિવારે હાઇકોર્ટે આ મુદ્દા પર ખાસ સુનાવણી દરમિયાન હરિયાણામાં કાનૂન વ્યવસ્થા પૂરી રીતે નિષ્ફળ રહ્યા બાદ કેન્દ્ર સરકારના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કેન્દ્ર સરકરાના વકીને કહ્યું કે, ‘એ ભારતના પીએમ છે, ભાજપના નહીં.’ શું હરિયાણા દેશનો ભાગ નથી? હાઇકોર્ટે આ વાત પૂરી બાબતે રાજ્યમાં કાયદા વ્યવસ્થા પૂરી રીતે નિષ્ફળ રહ્યા બાદ કેન્દ્ર દ્વારા કોર્ટમાં આપવામાં આવેલા હલફનામા બાદ જેમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે હરિયાણામાં થયેલી હિંસા રાજ્યનો મુદ્દો છે.

શનિવારે ખાસ સુનાવણી દરમિયાન કોર્ટે મનોહર લાલ ખટ્ટર સરકાર પર ફટકાર લગાવતા કહ્યું કે, ‘લાગે છે ભાજપ સરકારએ રાજનીતિક કારણોથી રાજ્ય સરકારે ડેરા સચ્ચા સોદા પ્રમુખના અનુયાઇઓની આગળ આત્મસમર્પણ કરી દીધું.’ કોર્ટે ડેરા અનુયાઇઓની રક્ષા કરવા અને એમને રાજકીય સંરક્ષણ આપવા માટે મુખ્યમંત્રી ખટ્ટરને જોરદાર ખખડાવ્યા હતા.

પંચકૂલામાં સીબીઆઇ કોર્ટ દ્વારા બળાત્કાર બાબતે ડેરા પ્રમુખને દોષિત માન્યા બાદ ડેરા સમર્થકોએ હરિયાણામાં હિંસા કર્યાના એખ દિવસ બાદ કોર્ટે કહ્યું, ‘આ વોટ બેંક ખાતર રાજકીય આત્મસમર્પણ હતું.’ આ હિંસામાં અત્યાર સુધી 36 લોકો મૃત્યુ પામ્યા છે અને 250 થી વધારે લોકો ઘાયલ થયા છે. કેટલીક જગ્યાએ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.

http://sambhaavnews.com/

You might also like