રેલવે સ્ટેશન પર સેલ્ફી લેશો તો થશે સજા

અમદાવાદઃ મુંબઇ બાદ સૌથી વ્યસ્ત અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર યાત્રીઓની સુરક્ષાને લઇને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કાલુપુર રેલવે સ્ટેશન પર કોઇ પણ મુસાફર સેલ્ફી લેતા પકડાશે તો તેને પાંચ વર્ષની સજા ફટકાવમાં આવશે.

રેલવે પોલીસના સત્તાવાર સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રેલવે એક્ટ 1989 હેઠળ મુસાફરોને આ સજા કરવામાં આવશે. જે મુસાફરો ચાલતી ટ્રેનમાં સેલ્ફી લેતા ઝડપાશે અથવા તો ચાલતી ટ્રેનના બેકગ્રાઉન્ડમાં સેલ્ફી લેતા ઝડપાશે તો રેલવે પ્રોટેક્શન ફોર્સના અધિનિયમન હેઠળ પાંચ વર્ષની સજા કરવામાં આવશે.

સેલ્ફીના ચક્કરમાં અકસ્માત અને મોતની સંખ્યા વધી રહી છે. ત્યારે આવી દૂર્ધટનાઓ ન સર્જાય તેના માટે સરકાર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. અમદાવાદનું કાલુપૂર રેલવે સ્ટેશન એકદમ વ્યસ્ત સ્ટેશન છે. અહીં રોજની 180થી વધારે પેસેન્જર ટ્રેન ઉપડે છે. જેમાં લાખોની સંખ્યમાં મુસાફરો મુસાફરી કરે છે. ત્યારે સુરક્ષા અને સલામતીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

You might also like