પુના કોલેજના વિદ્યાર્થીઓએ કાશ્મીર સ્વતંત્રતાના સંઘર્ષને કરી સલામ

પુનાની જાણીતી એન્જીન્યરીંગ કોલેજ સીઓઈપી(COEP)ના વિદ્યાર્થીઓએ કાશ્મીરની સ્વતંત્રતા માટેની લડતને સમર્થન કર્યુ છે. વિદ્યાર્થીઓએ કાશ્મીર માટેની આઝાદીની લડતને સલામી આપી, વિદ્યાર્થીઓએ કોલેજના વાર્ષિકોત્સવમાં લોકોને આ બાબતે અપીલ કરી હતી.

પ્રસ્તુતીમાં વિદ્યાર્થીઓ દ્વારા કહેવાયું કે ‘કાશ્મીર પોતે કહી રહ્યું છે કે આતંકવાદ અને દેશદ્રોહ જેવા રોગોએ મને જકડી લીધુ છે. દરરોજ મારા શરીર પર વરસાવાતા તોપના આ ગોળાઓ અને બંદુકમાંથી નીકળતી ગોળીઓએ મારૂ શરીર છલની કરી નાખ્યુ છે. રોજે માનવીના રક્તની નદીઓ વહે છે’. ગયા છ મહિનાથી કાશ્મીરમાં થઈ રહેલા આંતકી હુમલા, ગોળાબારી, બોમ્બ બ્લાસ્ટથી કાશ્મીર હવે સ્વતંત્રતા માંગી રહ્યુ છે. કાશ્મીરના લોકોને સહાનુભુતિની નહિ પણ સમસ્યાઓથી મુક્તી જોઈએ છે. જેમાં કાશ્મીર અન્ય રાજ્યોની જેમ ખુશ રહી શકે અને રાજ્યનો વિકાસ થાય.

You might also like