એક વર્ષમાં કઠોળના ભાવમાં ૩૦થી ૫૫ ટકાનો ઉછાળો

અમદાવાદ: પાછલાં બે વર્ષથી દેશના કેટલાંક રાજ્યોમાં સળંગ દુષ્કાળભરી પરિસ્થિતિ તથા ચાલુ વર્ષે પણ દેશના કેટલાંક રાજ્યોમાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે અને તેને કારણે વિવિધ કઠોળના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે. પાછલાં એક વર્ષમાં વિવિધ કઠોળના ભાવમાં રોકેટ ગતિએ ઉછાળો જોવાયો છે.
ખાસ કરીને તુવેરની દાળના ભાવ પાછલાં વર્ષે એપ્રિલ મહિનામાં ૮૦થી ૯૦ રૂપિયે જોવા મળતા હતા તે વધીને ચાલુ વર્ષે માર્ચ મહિનાના અંતે ૧૩૦થી ૧૪૦ની સપાટીએ પહોંચેલા જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે તુવેરની દાળના ભાવે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં પ્રતિકિલોએ રૂ. ૨૦૦ની સપાટી ક્રોસ કરી દીધી હતી. આમ, તુવેરની દાળના ભાવમાં એક જ વર્ષમાં ૫૫ ટકાનો વધારો નોંધાતો જોવાયો છે. એ જ પ્રમાણે અડદ, મગ અને મગની દાળ, ચણાની દાળના ભાવમાં પણ એક વર્ષમાં ઉછાળો નોંધાતો જોવાયો છે.

એક વર્ષમાં વિવિધ કઠોળના ભાવમાં ઉછાળો
તુવેર દાળ તેલવાળી-૫૫ ટકા
તુવેર દાળ કોરી -૫૦ ટકા
મગની દાળ -૩૦ ટકા
ચણા -૪૦ ટકા
મગ- ૩૦ ટકા

You might also like