શું લગ્ન પહેલા કુંડળી મેચ કરાવવી જરૂરી છે?

લગ્ન છોકરાના હોય કે છોકરીના , જ્યારે તેમના ઘરે સારી જગ્યાએથી વાત આવે છે, તો ઘરના વર્ષિઠ લોકો તે લોકોની કુંડળી મેચ કરાવે છે. આ કુંડલી કોઇ વિદ્ધાન જ્યોતિષ દ્વારા જોવામાં આવે છે. તે નક્કી કરે છે કે વરના ગુણ કન્યા સાથે મેચ થઇ રહ્યા છે કે નહીં. સામાન્ય રીતે આ પ્રશ્ન લોકોના મનમાં જરૂરથી ઊભો થતો હશે કે શું લગ્ન પહેલા કુંડળી મેચ કરાવવી જરૂરી છે? જો કે આ પ્રશ્નનો જવાબ છે હાં.

જ્યોતિષ અનુસાર ગુણ 36 હોય છે. જેમાં વર અથવા વધુના ઓછામાં ઓછા 16 ગુણ મળવા ખૂબ જ જરૂરી છે. એનાથી ફક્ત નક્કી થાય છે કે લગ્ન પછી દંપતીમાં કેટલું બનશે. જો કે એવું નક્કી કરી શકાતું નથી કે લગ્ન જીવન કેવું રહેશે. લગ્ન માટે વર કન્યાની લગ્ન કુંડળીમાં નાડીને સૌથી મોટું સ્થાન આપવામાં આવે છે. નાડી, વ્યક્તિના મન અને માનસિક ઊર્જાની સૂચી હોય છે.

જ્યારો બાળક જન્મ છે તો ગ્રહની સ્થિતિ આસમાનમાં હોય છે, તે સ્થિતની ગણના કરીને એક કાગળ પર રાખવામાં આવે છે. એ જ જન્મ કુંડળી અથવા જન્મ પત્રિકા કહેવામાં આવે છે.

હિંદું ધર્મ શાસ્ત્રોમાં આપણા 16 સંસ્કાર કહેવામાં આવ્યા છે. આ દરેક સંસ્કારમાં સૌથી મહત્વના છે લગ્નના સંસ્કાર. લગ્નને વ્યક્તિનો બીજો જન્મ પણ માનવામાં આવે છે. કારણ કે ત્યારબાદ વર વધૂ સહિત બંને પરિવારોનું જવન આખું બદલાઇ જાય છે. એઠલા માટે લગ્ન સંબંધમાં કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. લગ્ન જીવન બાદ વર વધૂનું જીવન સુખી અને ખુશીથી ભરેલું રહે એવી જ પ્રાર્થના કરવામાં આવે છે. લગ્નજવન સુખી રહે એ માટે જ લગ્ન પહેલા કુંડળી મેચ કરાવવામાં આવે છે. કોઇ જાણકાર જ્યોતિષ દ્વારા ભાવિ દંપતીની કુંડળીઓથી બંનેના ગુણ અને દોષ મેચ કરવામાં આવે છે. સાથે બંનેની પત્રિકામાં ગ્રહોની સ્થિતિને જોતા તેમનું લગ્ન જીવન કેવું રહેશે? એવો પણ થોડો અંદાજ લગાવવામાં આવે છે.

કુંડળી મેચ કરાવવાથી બંને પરિવારના લોકો વર વધૂ માટે ઘણી જાણકારી પ્રાપ્ત કરી લે છે. જો બંને માંથી કોઇ એકની કુંડળીમાં દોષ હોય અને એ કારણે એમનું જીવન સુખ શાંતિ વાળું નહીં રહે તો એવા લગ્ન કરાવવા જોઇએ નહીં.

કુંડલીના સાચા અભ્યાસ પરથી કોઇ પણ વ્યક્તિના દરેક ગુણ અને દોષ જાણ શકાય છે. કુંડળીમાં રહેલા ગ્રહોને આધાર પર જ વ્યવહાર, આચાર વિચાર નિર્મિત થાય છે. તેમની ભવિષ્યથી જોડાયેલી જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. કુંડળી દ્વારા જ ખબર પડે છે કે વર વધૂ બંને ભવિષ્યમાં એકબીજાની સફળતા માટે સહયોગી સિદ્ધ છે કે નહીં. એટલા માટે લગ્ન પહેલા કુંડળ મેચ કરાવાય છે.

You might also like