બકરાને બનાવામાં આવે છે રાજા, કારણ જાણી થઇ જશો હેરાન

આયરલેન્ડમાં હાલમાં અત્યારે અનોખો તહેવાર ચાલી રહ્યો છે, જે અંગે તમે જાણીને આશ્ચર્યચકિત થઇ જશો. ખરેખર તો આ તહેવાર મનોરંજન માટે ખાસ પ્રકારનો આનંદ આપી રહી છે. અક્ષયકુમારની ફિલ્મ એન્ટરટેઇમેન્ટ તો તમે જોઇ હશે ? જેમાં એન્ટરટેઇમેન્ટ નામના કુતરાના નામે કરોડોની મિલકતનો વારિસ બતાવામાં આવે છે. આ ફિલ્મનું વાત એટલા માટે થઇ રહી છે કે આયરલેન્ડમાં જે તહેવાર ચાલી રહ્યો છે જેની વાત આપણે કરવા જઇ રહ્યાં છે તે આ ફિલ્મની સ્ટોરથી ઘણી મળતી આવે છે.

આ તહેવારનું નામ પક ફેયર (Puck Fair).આ આયરલેન્ડનો સૌથી જૂનો તહેવાર છે જેમાં એક બકરાને ગામનો ‘રાજા’ (king puck) બનાવામાં આવે છે. બકરો એક ગામનો રાજા બની જાય છે. પક ફેયર દરમિયાન એક મેળાનું આયોજન કરવામાં આવે છે. આ તહેવારમાં સ્થાનિક લોકો પહાડી વિસ્તારમાંથી જંગલી બકરાને પકડી લાવે છે જેને થોડા દિવસ માટે ગામનો રાજા બનાવી દેવામાં આવે છે. આ તહેવાર ત્રણ દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં બકરાની તાજપોશી કરવામાં આવે છે અને જે સ્થાનિક છોકરી તાજપોશી કરે છે તેને Queen of Puck બનાવામાં આવે છે.

You might also like