2019માં યુપી, બંગાળ અને બિહારમાં લોકો ભાજપને પાઠ ભણાવશે : અખિલેશ

લખનઉ : સપાનાં અધ્યક્ષ અને યુપીનાં પુર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપની કથની અને કરણીમાં અન્તર હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણીમાં યુપી, બંગાળ અને બિહારની જનતા તેને સટીક જવાબ આપશે. યાદવે પત્રકારોને કહ્યું કે ભાજપ કહે કંઇક બીજુ છે અને કરે કંઇક બીજુ છે. જનતા હવે તેને સમજી ચુકી છે.

ધીરે ધીરે લોકો ભાજપને પાઠ ભણાવશે. આગામી 27 ઓગષ્ટે પટનામાં આયોજીત વિપક્ષી દળોની રેલીમાં યાદવ જોડાવાનાં હોવાની તેઓ અગાઉથી જ જાહેરાત કરી ચુક્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ડિજિટલ સીએમ ગણાવતા પડકાર ફેંક્યો કે યોગી જણાવે કે છેલ્લા 100 વર્ષમાં ક્યારે પોલીસ સ્ટેશનમાં જન્માષ્ટમી મનાવવામાં આવી છે.

અખિલેશનો આરોપ હત કે યોદીનું કથન ખોટુ છે કે અખિલેશ યાદવ સરકારે પોલીસ સ્ટેશનમાં જન્માષ્ટમી મનાવવાની પરંપરા બંધ કરી દીધી હતી. તેમણે જાહેરાત કરી કે સમગ્ર રાજ્યમાં સપાની સરકાર બનશે તો દરેક પોલીસ સ્ટેશનમાં તહેવાર મનાવવા માટે 5 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમણે કહ્યું કે જન્માષ્ટમી તેમનો પ્રિય તહેવાર છે. તેમની પત્ની જન્માષ્ટમીનો ઉપવાસ રાખે છે. ડિજીટલ મુખ્યમંત્રી કહે છે કે સપા સરકારમાં જન્માષ્ટમી બંધ થઇ ગઇ હતી.

You might also like