જાહેર ક્ષેત્રની કંપનીના શેરમાં 45 ટકાનો ઘટાડોઃ PSU ઇન્ડેક્સ 18 માસના તળિયે

અમદાવાદ: શેરબજારમાં જાહેર ક્ષેત્રની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. સોમવારે પીએસયુ ઇન્ડેક્સ ૧૮ મહિનાના ત‌િળયે પહોંચી ગયેલો જોવા મળ્યો છે.

પાછલા છ મહિનામાં પીએસયુ ઇન્ડેક્સમાં ૧૮.પ૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. મોટા ભાગની જાહેર ક્ષેત્રની કંપનીઓના શેરમાં છેલ્લા છ મહિનામાં ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. રસપ્રદ બાબત એ છે કે સેન્સેક્સમાં આ સમયગાળામાં ૪.૩૯ ટકાનો સુધારો જોવા મળ્યો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારની ડીસઇન્વેસ્ટમેન્ટની ઢીલી નીતિના કારણે જાહેર ક્ષેત્રની લિસ્ટેડ કંપનીના શેરમાં ૧૦ ટકાથી ૪પ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં કેટલીક મજબૂત કંપનીઓના શેરમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી છે. ક્રૂડના ઊંચા ભાવના પગલે મોટા ભાગની ઓઇલ કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.

છેલ્લા છ મહિનામાં આ કંપનીના શેરમાં રર ટકા સુધીનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. એ જ પ્રમાણે સેઇલ, એનએમડીસી જેવી મેટલ કંપનીના શેરમાં પણ અનુક્રમે ૯ ટકા અને ર૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. ‌નિષ્ણાતોના કહેવા પ્રમાણે સરકારની નીતિના અભાવ વચ્ચે પીએસયુ કંપનીના શેરમાં ખરીદીના આકર્ષણનો અભાવ જોવા મળી રહ્યો છે.

જાહેર ક્ષેત્રની કંપનીના શેરમાં છ મહિનામાં ઘટાડો
કંપનીનું નામ ટકાવારીમાં ઘટાડો
બીઇએમએલ -૪પ.૯૭ ટકા
એનએમડીસી -ર૩.ર૬ ટકા
એનબીસીસી ઇન્ડિયા -૩૬.૪૪ ટકા
કન્ટેનર કોર્પો. -૧૦.૧૧ ટકા
ઓફ ઇન્ડિયા
એનટીપીસી -૧ર.૬૬ ટકા
મેંગલોર રિફાઇનરી -૩૦.૮૬ ટકા
ભેલ -ર૧.ર૩ ટકા
બાલમેર લોરી -ર૧.૭૮ ટકા
બીપીસીએલ -રર.૩૭ ટકા
એચપીસીએલ -૩૦.૪૧ ટકા
ઇન્ડિયન ઓઇલ -૧૮.૪૭ ટકા
ઓએનજીસી -૧૮.૪પ ટકા
સેઇલ -૯.૬૮ ટકા

You might also like