જાહેર ક્ષેત્રની બેન્કના શેરમાં ઘટાડો ચિંતાજનક

અમદાવાદ: સરકારે બેન્કમાં મોટાપાયે આર્થિક સુધારા કર્યા છે. એટલું જ નહી ઓકટોબરમાં સરકારે બેન્કમાં ર.૧૧ લાખ કરોડના રિસ્ટ્રકચરિંગનાં કાર્યક્રમની જાહેરાત કરી છે.

ત્યાર બાદ બેન્કનાં ફોર્મમાં મોટો ઉછાળો નોંધાયો હતો. જો કે જાહેર ક્ષેત્રની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્કના શેર અત્યારે પણ બુક વેલ્યુ કરતાં સાધારણ ઉપર કારોબારમાં જોવા મળી રહ્યા છે. પરંતુ કેટલીક એવી જાહેર ક્ષેત્રની બેન્ક છે જેનાં શેર્સ તેની બુક વેલ્યુ કરતાં નીચા ભાવે ટ્રેડિંગમાં જોવા મળી રહ્યા છે જે ચિંતાજનક ગણાવી શકાય તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયો છે.

બજારમાં નિષ્ણાતોના મત અનુસાર એક બાજુ બેન્કનું વધતું એનપીએ ચિંતાજનક છે. તો બીજી લોન બિઝનેસ ઊંચા વ્યાજ દરને કારણે ઘટી રહ્યો છે. ખાસ કરીને જાહેર ક્ષેત્રની નાની અને મધ્યમ કદની બેન્કનાં પર્ફોર્મન્સમાં ખાસ કોઇ મોટો સુધારો નોંધાયો નથી.

અખબારોમાં જણાવ્યા પ્રમાણે જાહેર ક્ષેત્રની બેન્કને ખાનગી ક્ષેત્રની બેન્ક સામે હરીફાઇમાં સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે ચાલુ વર્ષ અત્યાર સુધીમાં નિફટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં ર૬ ટકાનો સુધારો નોંધાયો છે.

બેન્કનું નામ ગઇ કાલનો બુક વેલ્યૂ
બંધ ભાવ
દેના બેન્ક ર૪.૪૦ ૮૭.પ૭
યુનિયન બેન્ક ૧૬૧.૧પ ૩૪ર.૮૮
વિજયા બેન્ક ૬૯.૧ ૮૧.૬૧
ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક ર૩.૧૦ પપ.૯૯
અલ્હાબાદ બેન્ક ૭૪.૮પ ૧૯૬.પ૬
યુકો બેન્ક ૩૦.૮ ૭૪.૩૯
કોર્પોરેશન બેન્ક ૪ર.ર૦ ૧૧૧.૧પ
આંધ્ર બેન્ક ૬૧.પપ ૧૬૭.૭૯
ઇન્ડિયન બેન્ક ૩૮૬.૪ ૩૬૩.૩૮
યુનાઇટેડ બેન્ક ૧૭.૪ પર.પ૪
ઓરિયન્ટલ બેન્ક ૧ર૪.૦૦ ૪૦૭.૯૩
કેનેરા બેન્ક ૩૭૩.૮પ પ૮૯.૦પ

You might also like