Public Review : ‘યમલા, પગલા, દિવાના’ દેઓલ પરિવારની કોમેડી ઠીકઠાક

ફિલ્મની સૌથી મોટી નબળાઈ તેની વાર્તા છે. સ્ટોરી વધારે ધીમી અને લાંબી છે. સ્ટોરી પ્રમાણે બોબી અને સન્ની ફિલ્મમાં પરફેક્ટ રોલમાં બેસતા નથી. ફિલ્મમાં કૃતિ ખરબંદા પોતાનો રોલ બખૂબી નિભાવ્યો છે. હું ફિલ્મને ર સ્ટાર આપીશ.
રવિ પટેલ, સોલા

ફિલ્મનું ડિરેક્શન સારું છે. પંજાબના વિસ્તારોને સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. સિનેમેટોગ્રાફી પણ સારી છે. ફિલ્મના સહકલાકારોએ પણ પોતાનો રોલ ખૂબ સારી રીતે નિભાવ્યો છે. ફિલ્મ ફેમિલી ઑડિયન્સને પણ ખૂબ જ પસંદ પડશે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.
જયદીપ મારવિયા, બાપુનગર

ફિલ્મનું પ્રોડકશન સારું છે. ડિરેકટર નવનીતસિંઘની સ્ટોરી સારી છે. સ્ટોરીનો સ્ક્રીનપ્લે સારી રીતે લખવામાં આવ્યો છે,  પરંતુ ફિલ્મમાં બોબી દેઓલની એક્ટિંગ ઠીક છે. સની દેઓલ અને અન્ય કલાકારની એક્ટિંગ સારી છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ.
હસુમતી પટેલ, બોપલ

ફિલ્મના બધા કલાકારોની એક્ટિંગ ખૂબ જ સારી છે. કોમેડી સીન ખૂબ જ સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યા છે. ફિલ્મનો પહેલો હાફ તમને થોડો બોર છે, પરંતુ સેકન્ડ હાફ ફિલ્મની કહાણીને બાંધી રાખે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઠીક છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ.
બંશી પટેલ, ચાંદખેડા

ફિલ્મનું ડિરેકશન સારું છે. ફિલ્મની વાર્તા પણ ખૂબ પસંદ આવી. ફિલ્મમાં ભરપૂર કોમેડી છે, જેનાથી દર્શકો હસી પડે છે. કૃતિ ખરબંદાના ભાગમાં ડાયલોગ ઓછા છે, પરંતુ આખી ફિલ્મમાં તે એક અલગ છાપ છોડી જાય છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ.
કોમલ શાહ, સેટેલાઇટ

ફિલ્મને થોડી અલગ રીતે અને વધારે સારી રીતે લખવામાં આવી હોત તો ખરેખર બહુ મજેદાર ફિલ્મ બની શકત. સની દેઓલ-ધર્મેન્દ્રની એક્ટિંગ વખાણવાલાયક છે. સ્ટાર્સનાં પર્ફોર્મન્સ-મ્યુઝિક, સ્ટોરી માટે એક વાર જોઈ શકાય તેવી ફિલ્મ છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ.
નિકુલ પ્રજાપતિ, નારોલ

divyesh

Recent Posts

ક્રિકેટ વર્લ્ડકપ ટીમના પાંચ સિલેક્ટર્સ 31વન-ડે રમ્યા છે

ભારતમાં ક્રિકેટનો ક્રેઝ એટલો છે કે સ્ટેડિયમ હોય કે ટીવી... મેચ જોનાર દરેક વ્યક્તિ પોતાની એક્સ્પર્ટ કોમેન્ટ આપતા રહે છે.…

17 hours ago

ચૂંટણી બાદ મિડકેપ શેરમાં તેજી આવશેઃ ઈક્વિટી કેપિટલ માર્કેટ એક્ટિવ બનશે

લોકસભા ચૂંટણી બાદ સ્થિર સરકાર મળવાની આશા છે અને જો આમ થશે તો નવા બુલ રનની શરૂઆત થશે. મને ખાસ…

18 hours ago

વધુ એક હત્યાઃ વટવાના યુવકને મોતને ઘાટ ઉતારી લાશ ફાટક પાસે ફેંકી દીધી

દર એકાદ-બે દિવસે હત્યાની ઘટના શહેરના અલગ અલગ વિસ્તારમાં બનતાં પોલીસ માટે ચિંતાનો વિષય બની છે. વાસણા તેમજ ઘાટલો‌િડયામાં થયેલી…

19 hours ago

ચૂંટણી સભા સંબોધતા હાર્દિક પટેલને યુવકે લાફો માર્યો

સુરેન્દ્રનગરના બલદાણામાં જન આક્રોશ સભામાં ભાષણ કરી રહેલા કોંગેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને એક યુવકે સ્ટેજ પર ચઢીને તું ૧૪…

19 hours ago

મોદી આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે, કાફલાની તપાસ કરવાની જરૂર હતી: કુરેશી

ઓડિશામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની તલાશી લેનારા આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ મુદ્દે પૂર્વ ચૂંટણી કમિશનર…

19 hours ago

સાઉદીમાં ફસાયેલા ભારતીયની આપઘાતની ધમકીઃ સુષમાએ કહ્યું, ‘હમ હૈ ના’

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ દુનિયાભરમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે જાણીતાં છે. ગઇ કાલે વિદેશ પ્રધાને સાઉદીમાં ફસાયેલા એક ભારતીયને મદદનો…

20 hours ago