પબ્લિક રિવ્યૂ: ધ જંગલ બુક

’૯૦ના દાયકામાં ધૂમ મચાવનારી કાર્ટૂન સિરીઝ ‘ધ જંગલ બુક’નું ‘ચડ્ડી પહન કે ફૂલ ખિલા હૈ’ ગીત અને મોગલી, શેરખાન, બગીચાની અદ્ભુત દુનિયા કોને યાદ ન હોય? ડિઝની અને દિગ્દર્શક જોન ફેવરોઅે ફરીથી એક વખત રૂપરી પડદે મોગલીની દુનિયા ઊભી કરી છે. જંગલમાં ભૂલા પડેલા માનવબાળ મોગલીને વરુઅો ઉછેરે છે અને શેરખાન તેનો શિકાર કરવા ઇચ્છે છે. અા સિમ્પલ સ્ટોરી લાઈનને હૃદયસ્પર્શી બનાવીને રજૂ કરવામાં ફિલ્મમેકર સફળ રહ્યા છે. વેકેશનના સદુપયોગ કરીને ‘ધ જંગલ બુક’ના માધ્યમથી ફરી એક વખત બાળપણની દુનિયામાં ‘ટાઈન ટ્રાવેલ’ કરી લેવા જેવી ખરી…

ડિરેક્ટર જૉન ફેવરો દ્વારા રૂડયાર્ડ કિપલિંગના પુસ્તક પર આધારિત ફિલ્મ ‘ધ જંગલ બુક’ બની છે. ફિલ્મમાં બાળકલાકાર દ્વારા બેસ્ટ એક્ટિંગ કરવામાં આવી છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
રૂઝબિના પઠાણ, વેજલપુર

‘ધ જંગલ બુક’ની વાર્તા ઓરિજિનલી ૧૯૬૦માં લખાયા બાદ તેને કાર્ટૂન કેરેક્ટરની જેમ મૂકવામાં આવી. જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ…આ સોંગ પણ બાળકોમાં પોપ્યુલર હતું. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.
હીનલ જાની, આશ્રમરોડ

નાનાં હતાં ત્યારથી મોગલી નામના કરેક્ટરથી વાકેફ છીયે. ધ જંગલ બુક ફિલ્મ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ટેક્નૉલૉજી સાથે થ્રી-ડાઇમેન્શનલ (૩D) બનાવવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી અને ઈફેક્ટ્સના કારણે 4 સ્ટાર આપીશ.
રામનિવાસ પાનવર, પાલડી

ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, ઈરફાન ખાન, ઑમ પુરી, નાના પાટેકરે અવાજ આપ્યો છે. શેરખાનના અવાજમાં નાના પાટેકર અને બલૂની ભૂમિકામાં પંજાબી સ્ટાઈલમાં અવાજ આપતા ઈરફાન ખાન દર્શકોને પસંદ આવે તેવા છે. હું આ ફિલ્મને 4.5 સ્ટાર આપીશ.
કેતન ગોહિલ, પાલડી

ફિલ્મ અનિમેશન ઈફેક્ટના કારણે જોવાની મજા આવે છે. જંગલનું આખું સેટઅપ એનિમેશન દ્વારા ઊભું કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સાઉન્ડ ઈફેક્ટ પણ કાબિલે તારીફ છે. નીલ સેઠીનું બેસ્ટ પર્ફોર્મન્સ છે. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.
ર‌િવ સિંહ, શાહીબાગ

આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ છે, જે તમને આખી ફિલ્મમાં જકડી રાખશે. બાળપણમાં મોગલીનું કાર્ટૂન ખૂબ જોયું છે, એક મિનીટ માટે આપણને નાનપણની યાદ તાજી કરાવી દે છે. બાળકોને પણ આ ફિલ્મ ખૂબ ગમશે. હું આ ફિલ્મને 4.5 સ્ટાર આપીશ.
ઉત્તમ ધોલુ, વેજલપુર

You might also like