પબ્લિક રિવ્યૂ: ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ : દોસ્તી, પ્રેમ, ષડયંત્ર અને મસાલાથી ભરપૂર ફિલ્મ

આ ફિલ્મની કહાણીમાં જેટલાં પણ કેરેક્ટર છે તે બધાં દમદાર છે. ફિલ્મ છેલ્લે સુધી ઓડિયન્સને જકડી રાખે છે. સિમ્પલ રોમેન્ટિક મૂવી છે. ફિલ્મનું મ્યુઝિક સારું છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ. ડેનિશ ગોલાણી, મણિનગર

‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ ફિલ્મ શરૂઆતમાં સારી લાગે છે પણ બીજા ભાગમાંં ફિલ્મને જરૂરિયાતથી વધારે ખેેંચી હોય તેવું લાગે છે. આ ફિલ્મમાં કલાકારોએ જે મહેનત કરી છે તે દેખાઈ આવે છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ. પાર્થ પંચાલ, રાણીપ

આ ફિલ્મમાં સોનુના પાત્રમાં કાર્તિક આર્યન અને ટીટુની ભૂમિકામાં સની સિંહ પરફેક્ટ લાગે છે તથા તેમની કે‌િમસ્ટ્રી પણ સ્ક્રીન પર છવાઇ જાય છે. નુશરતે સ્વીટીના રોલને ન્યાય આપ્યો છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ. પ્રતીક સોલંકી, ચાંદખેડા

લવ રંજનની અગાઉની ફિલ્મોની જેમ જ આ ફિલ્મ પણ કોમેડીથી ભરપૂર છે, તેના ઘણા ડાયલોગ તમને હસાવશે અને મનોરંજન પૂરું પાડશે. આ ફિલ્મને હું ર.પ સ્ટાર આપીશ. સાગર અયલાની, રાણીપ

આ ફિલ્મનું ડિરેક્શન સારું છે. ફિલ્મના ડાયલોગ હસી-હસીને પેટ દુઃખી જાય તેવા છે. આ ફિલ્મ લવ-ટ્વિસ્ટ અને રોમાન્સથી ભરપૂર છે. ફિલ્મનું મ્યુઝિક પણ સારું છે અને ગીતો પણ સારાં છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ. જતન પાઠક, પ્રહ્લાદનગર

આ ફિલ્મનું ડિરેક્શન ઘણું સુંદર છે. ફિલ્મના ડાયલોગ પણ તમને ઘણું હસાવશે. ફિલ્મમાં દેખાતાં તમામ કેરેક્ટર શાનદાર છે, સાથે-સાથે ડિરેક્ટર દ્વારા સારું ડિરેક્શન પણ કરવામાં આવ્યું છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ.
ધ્રુવ ગુપ્તા, બોડકદેવ

You might also like