પબ્લિક રિવ્યૂ:સરબજિત

સરબજિત એક સારી બાયોપિક ફિલ્મ છે. સરબજિતના પાત્રમાં રણદીપ હુડાએ ખરેખર પ્રાણ પૂર્યા છે. ઐશ્વર્યાઅે પણ સરબજિતની બહેન દલજિતનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. પાકિસ્તાનમાં સરબજિતના વકીલની ભૂમિકા ભજવનાર કલાકારનો અભિનય સારો રહ્યો છે. ગીતો એકંદરે ઠીક રહ્યાં છે. અા ફિલ્મને 3 અંક અાપી શકાય.
મહેશ વિચારે, રામદેવનગર

સરબજિતમાં ઐશ્વર્યા રાય અને રણદીપ હુડાનો અભિનય કા‌િબલેદાદ છે. રણદીપે સરબજિતના પાત્રને ખરેખર જીવંત બનાવ્યું છે. ફિલ્મનું ગીત મૈ રહૂં ના રહૂં સારું લાગ્યું. ફિલ્મને 3 અંક અાપું છું.
ભુવનેશ યાદવ, બોડકદેવ

બાયોપિક હોવાથી ફિલ્મની સ્ટોરીને ડિરેક્ટરે ખૂબ સારી રીતે ફિલ્માવી છે. રણદીપ હુડાએ કરેલો અભિનય ઘણો સારો રહ્યો. ઐશ્વર્યાનો રોલ પણ ઘણો દમદાર રહ્યો છે. ફિલ્મમાં પંજાબના ગ્રામીણ વિસ્તારનું સુંદર ફિલ્માંકન કરાયું છે, જેમ કે સગડીમાં રોટી પકાવવી, ભેંસને ચારો નાખવો, જેવી ગ્રામીણ જીવનશૈલીનું સારું નિરૂપણ કરાયું છે. અા ફિલ્મને 4 અંક અાપી શકું છું.
ઉમેશચંદ્ર, સેટેલાઈટ

રણદીપ હુડાએ સરબજિતના પાત્રને, ઐશ્વર્યા રાય બચ્ચને દલજિતના પાત્રને જીવંત બનાવવાનો પ્રયાસ કર્યો છે તે પ્રશંસનીય છે. સરબજિતની પત્ની અને સરબજિતના વકીલનું પાત્ર ભજવનાર કલાકારોએ પણ તેમની રીતે ‍ન્યાય અાપ્યો છે. ફિલ્મના ગીત મૈં રહૂં ના રહું અને તુકલક તુકલક સારાં અને કર્ણ‌િપ્રય રહ્યાં. ફિલ્મને 3.5 અંક અાપું છું.
શુભમ્ અરોરા, રામદેવનગર

You might also like