Public Review: સ્પાય સ્ટોરીમાં જોનની દમદાર એક્ટિંગ

ફિલ્મમાં જોન અબ્રાહમ અને મૌની રૉય લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મમાં જોન એજન્ટના પાત્રમાં છે. ફિલ્મમાં જોનનાં અભિનય અને ડાયલૉગ ડિલિવરી જોરદાર છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
ધ્રુવી પાનસરા, ચાંદખેડા

જોને જાસૂસના રોલમાં પણ જોરદાર અભિનય આપ્યો છે. તેણે અલગ કિરદાર ફિલ્મમાં શાનદાર રીતે નિભાવ્યા છે. આ સમગ્ર ઘટનાને ડિરેક્ટર રોબી ગ્રેવાલે ખૂબ સારી રીતે દર્શાવી છે. હું ફિલ્મને ૩ સ્ટાર આપીશ.
રાહુલ રાજપૂત, બોડકદેવ

ડિરેક્ટરે ફિલ્મની તમામ ઘટનાઓને કેમેરામાં કંડારવા માટેની પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે. ફિલ્મમાં પાત્રો અને લોકેશન દરેકને રિયલ લાઇફ ટચ અપાયો છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
અર્ચના પરમાર, ઘીકાંટા

ફર્સ્ટ હાફ થોડો ધીમો છે, પરંતુ સેકન્ડ હાફ ઝડપ પકડે છે. તપન બાસુની સિનેમેટોગ્રાફી દમદાર છે. મૌની રૉયે પોતાની ભૂમિકા દમદાર રીતે નિભાવી છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
નિકુલ પ્રજાપતિ, નિકોલ

જોન અબ્રાહમે ફરી એક વાર ઉમદા અભિનય કર્યો છે. મૌની રોય, જેકી શ્રોફ અને બાકીનાં તમામ પાત્રોએ પણ જોરદાર અભિનય કર્યો છે તેમજ લોકેશન પણ અદ્ભુત છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
મૌલિક સોલંકી, ઘીકાંટા

ફિલ્મનાં  ડિરેક્શન-સિનેમેટોગ્રાફી અને લોકેશન શ્રેષ્ઠ છે. જોન અબ્રાહમની દમદાર એક્ટિંગ જોવા મળી છે. ‘રો’ના પ્રમુખના રોલમાં જેકી શ્રોફે ખૂબ સારી એક્ટિંગ કરી છે. ફિલ્મ જોતા સમયે તમને રોમાંચક અનુભવ થશે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
જયદીપ પટેલ, વસ્ત્રાલ

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 month ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 month ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 month ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 month ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 month ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 month ago