પબ્લિક રિવ્યૂ: અનુપમ ખેરની એક્ટિંગ માટે જોવાય તેવી ફિલ્મ

રાંચી ડાયરી સ્ટોરી અને માહોલમાં સંપૂર્ણપણે ફિટ થાય છે. ફિલ્મમાં સોંદર્યા શર્માને પૉપ ગાયિકા બનવું છે ત્યાર બાદ ઇમોશનલ સીનને સારી રીતે દર્શાવવામાં આવ્યાં છે, ફિલ્મમાં એક સારો સંદેશ પણ મળે છે અને ફેમિલી સાથે જોઈ શકાય તેવી છે હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.બિપીન પટેલ, શિવરંજની

સાત્વિક મોહંતીએ રાંચી ડાયરીનું ડિરેકશન સરસ કર્યું છે. લોકેશન પણ જબરદસ્ત છે. કેટલાક એવા શોટ્સ પણ છે, જેને જોઇને દિલ ખુશ થઇ જાય છે, જોકે ફિલ્મની સ્ટોરી ખૂબ નબળી છે. હું આ ફિલ્મને ૨.૫ સ્ટાર આપીશઉદિત મુનિ, બોડકદેવ

ફિલ્મની સ્ટોરી તમને આકર્ષિત કરશે, પરંતુ ફિલ્મની સ્પીડ ઘણી ધીમી છે અને સ્ટોરી નબળી છે અને ક્યાંક ક્યાંક તમે કંટાળી પણ જશો, જોકે શૂટિંગનાં લોકેશન્સ કમાલનાં છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.યશ સુથાર, બોપલ

ફિલ્મમાં સૌંદર્યા શર્માને પૉપ ગાયિકા બનવું છે તે વાત તેનાં સપના હોય છે કે રાતોરાત લોકપ્રિયતા મેળવવી હોય છે. ત્યાર બાદ ફિલ્મમાં ઈમોશનલ સીન આવે છે. ફિલ્મની સ્ટોરીને કારણે હું તેને ૨.૫ સ્ટાર આપીશ.નીલેશ મૌર્યા, ચાંદખેડા

ફિલ્મમાં અનુપમ ખેરે સરસ પર્ફોર્મન્સ આપ્યું છે તેમજ જિમી શેરગિલની એક્ટિંગ પણ સુપર્બ છે.ફિલ્મમાં રાંચીના લોકેશન સરસ દર્શાવ્યાં છે.હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.કિરણ સંગાડા, વેજલપુર

ફિલ્મની સ્ટાેરી સરસ છે તમામ કલાકારોની એકટિંગ પણ જોરદાર છે આ ફિલ્મમાં ક્રાઇમ ,થ્રિલર કોમેડી બધું જ છે દરેકે આ ફિલ્મ જોવી જોઈએ . હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ. અશોક પંચાલ, બોપલ

You might also like