પબ્લિક રિવ્યૂ: અાલિયાનું જબરદસ્ત પરફોર્મન્સ અંત સુધી જકડી રાખતી સ્ટોરી

આલિયાએ પોતાની એક્ટિંગના દમ પર સમગ્ર સ્ટોરીને સારી રીતે નિભાવી છે. પડદા પાછળ તમને માત્ર આલિયાની સુંદરતા જ નહીં, તેની એક્ટિંગ એટલી જ પસંદ આવશે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ. ભાવેશ ઠાકોર, શિવરંજની મેઘના ગુલઝારે ડિરેક્શન સારું કર્યું છે અને તેને કહાણી અને પોતાનાં પાત્રોને પકડવાનું સારી રીતે આવડે છે. તેના ડિરેક્શનથી કળા તમારી નજરને એક પળ પણ સ્ક્રીન પરથી હટવા નહીં દે.

ફિલ્મમાં સ્ટોરીની સાથે-સાથે તમે પાકિસ્તાનની સરહદમાં હોય તેવો અનુભવ થાય છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ. મિહિર દાઉદ, સરખેજ આર્મી ઓફિસરના પાત્રમાં વિકી કૌશલ ખૂબ જ સારો લાગે છે. ‘રો’ એજન્ટની ભૂમિકામાં જયદીપ અહલાવતની એક્ટિંગ વખાણવાલાયક છે. ર‌િજત કપૂર, શિશિર શર્માએ પોતપોતાનાં પાત્ર સારી રીતે ભજવ્યાં છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ રોનક ઝાંપાવાલા, જુહાપુરા ફિલ્મમાં દીકરીની વિદાઈ પર ફિલ્માવાયેલા સોન્ગ ‘દિલબરો’માં પિતા-પુત્રીના સંબંધને ખૂબ સુંદર રીતે પડદે દર્શાવ્યો છે.

આલિયા ભટ્ટ પાકિસ્તાની જાસૂસના રોલમાં એકદમ ‌િફટ બેસે છે. તેણે પોતાનો રોલ બખૂબી નિભાવ્યો છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ સુજલ મહેતા, ઘાટલોડિયા ર‌િજત કપૂર પોતાની દીકરી આલિયાનાં લગ્ન પાકિસ્તાની સેનાના એક ઉચ્ચ અધિકારીના દીકરા સાથે કરાવે છે. રાવલપિંડી પહોંચીને આલિયા તમામ પ્રકારની મુશ્કેલીઓ સહીને ભારતીય સેનાને ગુપ્ત માહિતી આપે છે. આ કામમાં તેને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ. અંકિત કમાણી, થલતેજ આલિયાએ ફિલ્મમાં એક ભારતીય જાસૂસની ભૂમિકામાં જબરદસ્ત કામ કર્યું છે ત્યારે પાકિસ્તાની સેનાના અધિકારીની ભૂમિકામાં વિકી કૌશલે સારી એક્ટિંગ કરી છે. ભારતીય સેનાના ટ્રેનરનો રોલ કરનાર જયદીપ અહલાવતે પણ બેસ્ટ અભિનય કર્યો છે. હું ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.

You might also like