પબ્લિક રિવ્યૂ: પ્રેમ રતન ધન પાયો

સલમાન ખાન અને ડિરેક્ટર સૂરજ બડજાત્યાની જોડીએ ફરી એક વખત ફેમિલી એન્ટરટેઇનમેન્ટવાળી સાફસૂથરી સામાજિક ફિલ્મ આપી છે. આ ફિલ્મ જોકે રાજશ્રીની અગાઉની સુપરહિટ ફિલ્મો ‘હમ આપકે હૈ કૌન’ અને ‘હમ સાથ સાથ હૈ’ જેવી પકડ જમાવી શકતી નથી. ‘પ્રેમ રતન ધન પાયો’ની સ્ટોરીમાં દમ નથી અને ફિલ્મને વધુ પડતી લાંબી ખેંચવામાં આવી છે. ફિલ્મના એક-બે ગીતને બાદ કરતાં હિમેશ રેશમિયા ખાસ કોઇ જાદુ સર્જી શક્યો નથી. સલમાનના ચાહકો માટે તેને ડબલ રોલમાં જોવો જેકપોટ સાબિત થશે, પરંતુ બાકીના દર્શકો માટે આ લાંબી ફિલ્મ બોરિંગ બની રહેશે.

પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં મને સૌથી વધુ સલમાન ખાનનો અભિનય ગમ્યો. સલમાન ખાન સામે સોનમ સપૂર ખૂબ ફીકી પડે છે. ફિલ્મની સ્ટોરી કંઈ ખાસ નથી, પરંતુ એક વાર ફિલ્મ જોવા જેવી છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
– હેતલ મોદી, સી.ટી.એમ.
સલમાન ખાનની બજરંગી ભાઈજાન બાદ આ ફિલ્મમાં કંઈ ખાસ સ્ટોરી જોવા નથી મળી. મને ફિલ્મમાં માત્ર સલમાનના ડાયલોગ અને એક્ટિંગ ગમ્યાં. જ્યારે ફિલ્મની સ્ટોરી ઠીક-ઠાક જોવા મળી રહી છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
– ભૂમિકા મકવાણા, શાહીબાગ

પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં સ્ટોરી કરતાં પણ વધુ બેસ્ટ ફિલ્મનાં ગીતો અને મ્યુઝિક છે. મને સ્ટોરી તો એવરેજ લાગી, જ્યારે ફિલ્મના સંગીત અને મ્યુઝિકમાં વધારે દમ છે. હું આ ફિલ્મને 3.૫ સ્ટાર આપીશ.
– પૂજન પંડ્યા, નારણપુરા

ફિલ્મની સ્ટોરી ભલે કોઈને ગમે કે ના ગમે, પણ ફિલ્મના કલાકારોનો અભિનય અને તેમનું ડ્રેસિંગ બધાંને પસંદ પડે તેવાં છે. ફિલ્મમાં સલમાન અને સોનમની જોડી મને ખૂબ ગમી, સાથે સોનમનું ડ્રેસિંગ બેસ્ટ છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.
– રાજશ્રી પંડ્યા, નારણપુરા

પ્રેમ રતન ધન પાયો ફેમિલી ડ્રામા ફિલ્મ છે. અગાઉ પણ સલમાને ફે‌મ‌િલી ડ્રામા જેવી ઘણી ફિલ્મ કરી છે અને તે હિટ પણ ગઈ છે, પરંતુ આ વખતે ફિલ્મમાં એટલો દમ જોવા નથી મળી રહ્યો. સલમાનનો પણ અભિનય ઠીક લાગ્યો. હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ.

– યથાર્થ કંસારા, સેટેલાઇટ

મને ફિલ્મમાં મ્યુઝ‌િક પસંદ પડ્યું. ફિલ્મને વધુ લંબાવવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી પણ ધીમી પડી જાય છે, જ્યારે સ્ક્ર‌િપ્ટ પણ નબળી છે. જ્યારે સલમાન અને સોનમનો અભિનય પણ પસંદ નથી પડ્યો. જ્યારે ફિલ્મનાં શૂટિંગ લોકેશન મને ગમ્યાં. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ
– અમી ભટ્ટ, હાથીજણ

મને આ ફિલ્મમાં કલાકારોનો અભિનય ખૂબ પસંદ પડ્યો. સંજય મિશ્રા, અનુપમ ખેર અને અરમાન કોહલીએ પણ ફિલ્મને બેસ્ટ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. સલમાન ખાનની એક્ટિંગ તો ગમી પણ સાથે નીલ નીતિન મૂકેશનો અભિનય ગમ્યો. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.
– સંજય પટેલ, નરોડા

મને ફિલ્મનું ટાઈટલ ટ્રેક સોંગ ગમ્યું અને ફિલ્મમાં સલમાન ખાનના ડાયલોગ અને તેની એક્ટિંગ ગમી. ફિલ્મની સ્ક્ર‌િપ્ટમાં વધુ મહેનતની જરૂર હતી. ટ્રેલર જેટલી દમદાર ફિલ્મ નથી. હું આ ફિલ્મને 2 સ્ટાર આપીશ.
– અદિતિ દવે, રાણીપ

You might also like