પબ્લિક રિવ્યૂ : જોવા જેવી જબરજસ્ત ફિલ્મ

ફિલ્મમાં ત્રણેય અભિનેત્રીઓ દમદાર લાગી. ખાસ કરીને તાપસી પન્નુને ઘણાે સારાે રોલ આપવામાં આવ્યો છે, જેનો તેણે ભરપૂર ઉપયોગ કર્યો. અમિતાભ બચ્ચને પણ પોતાની અલગ છાપ છોડી છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
બીના શાહ, વેજલપુર

સુંદર બેકગ્રાઉન્ડ સ્કોર, જબરદસ્ત ડાયલોગ, ખાસ કરીને કોર્ટરૂમ સીનની ગંભીરતા, કહાણી બધું જ સુંદર છે. અમિતાભ સિવાય બાકીના કલાકારોએ પણ પોતાના કિરદારમાં શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. હું આ ફિલ્મને 3-5 સ્ટાર આપીશ.
પૂજા રામાવત, રાયપુર

ફિલ્મનું સંગીત સ્ટોરીને સજાવે તેવું છે અને ‘કારી કારી’વાળું સોંગ ફિલ્મમાં સમય સમય પર આવે છે. અમિતાભની એક્ટિંગ સુપર છે. પહેલો હાફ હોય કે બીજો હાફ, ફિલ્મ આપણને દરેક સીનમાં બાંધી રાખે છે. હું આ ફિલ્મને 3-5 સ્ટાર આપીશ. જિજ્ઞેશ રામાવત, રાયપુર

ફિલ્મની સિનેમેટોગ્રાફી, સ્ટોરી લાજવાબ છે, સ્ક્રિપ્ટ રાઇટિંગ પણ સારું કરવામાં આવ્યું છે, ડિરેક્ટર તરીકે અનિરુદ્ધ રોય ચૌધરીએ ફિલ્મ ‘પિંક’નું ડિરેકશન કર્યું છે. ફિલ્મના મ્યુઝિક તેમજ બેકગ્રાઉન્ડનો સ્કોર સારો છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
નિશા શાહ, સેટેલાઈટ

‘પિંક’ ફિલ્મમાં અમિતાભ બચ્ચને ફરી એક વાર સાબિત કરી દીધું છે કે તે બહુ ઉમદા એક્ટર છે. ફિલ્મ ગમે તેવી હોય પણ અમિતાભ ફિલ્મને તમારી સાથે જોડી રાખે છે. તેણે દરેક સીનમાં સારું પર્ફોર્મન્સ આપ્યું છે. તમારા દિલ અને દિમાગ પર ઊંડી છાપ છોડી જાય છે તેવી આ ફિલ્મ છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
હીરેન પટેલ, બોપલ

આ ફિલ્મમાં ઘણું એવું છે, જે તમને વિચારવા માટે મજબૂર કરી દે છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન વકીલના રોલમાં ફિટ થાય છે. ફિલ્મના સંવાદ પણ સારા છે. ફિલ્મમાં ના જોવા જેવું કંઈ જ નથી. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
ભાવેશ સાધુ, ચાંદખેડા

You might also like