Public Review: સ્ટોરી ઠીક પરંતુ નવાજુદ્દીન સિદ્દિકીની એકટિંગ જબરજસ્ત

ફિલ્મમાં દરેક એક્ટર પોત પોતાના રોલને ખૂબ સારી રીતે નિભાવે છે. નવાજુદ્દીન સિદ્દિકી ફોટોગ્રાફરના રોલમાં જામે છે અને તેણે ખૂબ સારી એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ. રેનુ પટેલ, વટવા

ફિલ્મમાં આજના સમયના પ્રેમની ઘટનાઓને દર્શાવી છે અને વાર્તાને પોતાનો ટચ આપી લોકો સમક્ષ રજૂ કરી છે. મુંબઈનાં લોકેશન્સ કમાલનાં છે. નવાજ ફિલ્મમાં એક સામાન્ય ફોટોગ્રાફરમાં શાનદાર લુકમાં દેખાય છે, હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ મોક્ષા પ્રજાપતિ, શ્યામલ ચાર રસ્તા

ફિલ્મના ડાયલોગ ખૂબ જ સુંદર છે. મ્યુઝિક પણ પસંદ પડે તેવું છે, ઈન્ટરવલ પહેલા ફિલ્મ ટ્રેક પર ચાલે છે જે પછી ક્યાંક ફિલ્મની સ્ટોરીની ગતિ ધીમી કરે છે. કેટલાક પંચ એવા છે, જે તમને લાંબા સમય સુધી યાદ રહેશે. હું ફિલ્મની સ્ટોરીના કારણે ર.પ સ્ટાર આપીશ. જાહનવી સોલંકી, કાલુપુર

ડાયરેક્ટર રિતેશ બત્રાએ પૂરી કોશિશ કરી છે, પરંતુ કહાણી કેટલીક જગ્યાએ ઢીલી પડી જાય છે. ફિલ્મ આના કરતાં પણ સારી બની શકતી હોત.ફિલ્મમમાં નવાજની એકટિંગ જબરજસ્ત છે. એક વાર આ ફિલ્મ જોઈ શકાય હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ. અંકિતા પરમાર, ઘી કાંટા

ફિલ્મમાં એક્ટિંગ , સ્ક્રિનપ્લે, ડાયરેક્શન, એડિટિંગ વગેરે જેવાં ફિલ્મનાં તમામ પાસાંઓ ઉત્તમ છે. ફિલ્મનાં જેટલાં વખાણ કરવામાં આવે એટલાં ઓછાં છે. સાન્યા મલ્હોત્રાએ પોતાનાે રોલ શાનદાર નિભાવ્યો છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ. હાર્દિક પરમાર, ઘીકાંટા

ફિલ્મનું ડિરેક્શન વખાણવાલાયક છે. ફિલ્મમાં નવાજ અને સાન્યાની કેમિસ્ટ્રી સારી લાગે છે ફિલ્મનાં ગીતો સારાં છે. જે વાર્તાને રસપ્રદ રીતે આગળ વધારે છે. નવાજે સ્ટ્રગલર ફોટોગ્રાફરનો અભિનય શાનદાર છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ. આમિરખાન પઠાણ, વેજલપુર

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 month ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 month ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 month ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 month ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 month ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 month ago