પબ્લિક રિવ્યૂ : રોંગ સાઈડ રાજુ

‘રોંગ સાઈડ રાજુ’ થ્રિલર-સસ્પેન્સ ફિલ્મ છે. સ્ટોરીમાં હિટ એન્ડ રનના કેસની વાત કરવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી એવરેજ લાગી. ટ્રેલર જોઈને જે અપેક્ષાઓ હતી તેવી ફિલ્મ ન લાગી. હું ફિલ્મને બે સ્ટાર આપીશ.
વસંત ભીઠોડ, કુબેરનગર

મને આ ફિલ્મ ખૂબ જ ગમી છે. ફિલ્મનું મ્યુઝિક એ ફિલ્મનું સફળ અને મજબૂત પાસું છે. દરેક ગીતમાં અનેરાં જોશ અને ઉત્સાહ છે. દરેક ગીતને સાંભળવાની મજા કંઇક અલગ જ છે. આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ.
દિનેશ પટેલ, ન્યૂ રાણીપ

ફિલ્મનું ડિરેક્શન સારું કહી શકાય. અમુક જગ્યાએ સીન રીતસરના ગોથાં ખાઈ જાય છે. ખાસ કરીને બીજા ભાગમાં એમ લાગે છે કે મારીમચડીને ફિલ્મમાં ટ્વિસ્ટ ઊભો કરી એન્ડ કેવી રીતે લાવવો એ વિચાર્યું હશે. હું આ ફિલ્મને બે સ્ટાર આપીશ.
આશિષ પટેલ, ન્યૂ રાણીપ
ફિલ્મની વાર્તામાં એક રહસ્ય છે, પણ થોડાં દૃશ્ય પછી તેને પકડી શકાય એમ છે કે આ રહસ્ય શું છે. વાર્તા થ્રિલર છે, પણ થ્રીલ નથી. કોર્ટરૂમના સીનમાં હજુ સારી માવજત થઈ શકાઇ હોત. સચીન-‌િજગરનું સંગીત સારું છે.  હું ફિલ્મને બે સ્ટાર આપીશ.
પ્રતીક દરજી, ન્યૂ રાણીપ

‘ફેન્ટમ ફિલ્મ્સ’ના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મના નિર્માતા છે જાણીતા બોલીવૂડ નિર્માતા અનુરાગ કશ્યપ જ્યારે ફિલ્મના દિગ્દર્શક મિખિલ મુસળેની આ સારી ફિલ્મ છે. ફિલ્મ ફેમિલી સાથે જોઈ શકાય એવી છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.
નીલેશ સુથાર, ચાંદલોડિયા

અાસિફ બસરા, જેમણે અમિતાભ શાહનો રોલ કર્યો છે, એ ધારદાર પાત્ર છે ફિલ્મનું. ગુજરાતી ફિલ્મ જોવાના શોખીનો માટે આ ફિલ્મ જોવા જેવી ખરી. સિનેમા પ્રોડક્શન અને ફેન્ટમના જોડાણની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મમાં જે પ્રમાણે અપેક્ષા હતી તે અધૂરી રહી જાય છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ.
જય સંઘાણી, બોડકદેવ

You might also like