પબ્લિક રિવ્યૂ: ઇન્ટરવલ-ગીતો વગરની ‘હટકે’ ફિલ્મ

‘ટ્રેપ્ડ’માં મુંબઈના એક એપાર્ટમેન્ટના 35મા ફ્લોર પરના એક ફ્લેટમાં એક માણસ ફસાઈ જાય છે તે ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે અને સ્ટોરી પણ કમાલની છે. ફિલ્મનાં સ્ક્રીનપ્લે અને ડાયરેક્શન ઘણાં સારાં રહ્યાં છે. હું અા ફિલ્મને 3.5 સ્ટાર અાપું છું.નિખિલ શ્રીવાસ્તવ, અાંબાવાડી

અા એક ડાર્ક થ્રિલર ફિલ્મ છે, જેમાં રાજકુમાર રાવે રોલ સારી રીતે ભજવ્યો છે અને અન્ય મુખ્ય કલાકારોએ પણ સારો અભિનય કર્યો છે, જોકે સમગ્ર ફિલ્મનો ભાર એકમાત્ર રાજકુમાર રાવે ઉઠાવી લીધો છે, જ્યારે ફિલ્મનું શૂટિંગ મુંબઈના ફ્લેટમાં કરાયું છે. અા ફિલ્મને 3.5 સ્ટાર અાપું છું. ઋત્વિક વણકર, જોધપુર

આખી ફિલ્મ રાજકુમાર રાવના ખભા પર ટકેલી છે. આ ફ્લેટમાં રાજકુમાર રાવ પાસે પીવા માટે પાણી નથી અને ખાવા માટે કંઈ નથી ત્યારે દરેક ક્ષણે જિંદગીનો જંગ હારતી બેબસ વ્યક્તિના પાત્રને રાવે પોતાની શાનદાર એક્ટિંગથી જીવંત કરી બતાવ્યું છે. ડિરેક્શન અને વાર્તા એકંદરે સારાં રહ્યાં. હું અા ફિલ્મને 4 સ્ટાર અાપું છું. સાહિલ શેખ, જુહાપુરા

આ ફિલ્મમાં રાજકુમાર રાવના ફ્લેટના મેઈન ગેટ પર ચાવી લગાવેલી છે, અચાનક તેને ફરી ફ્લેટમાં અંદર જવું પડે છે ત્યારે જ ઝડપથી હવાના ઝોકાથી ફ્લેટનો દરવાજો બંધ થઈ જાય છે અને ચાવી બહાર લટકેલી રહી જાય છે. આ ફિલ્મ ખરેખર સુપર છે અને જોવાની પણ ખૂબ મજા આવી. હું ફિલ્મને 4.5 સ્ટાર અાપું છું.વિકાસ રાજ, કાંકરિયા

અા થ્રિલર ફિલ્મ શરૂઅાતથી અંત સુધી જકડી રાખે છે અને તેની ગતિ ઘણી ધીમી છે તથા ધીમે ધીમે બધું આગળ વધે છે, જેને થોડું વધુ સારું કરી શકાય તેમ હતું. દિગ્દર્શન અને કથાનક સારાં લાગ્યાં. અા ફિલ્મને હું 3.5 સ્ટાર અાપું છું. અંકિત પટેલ, નહેરુનગર

ફિલ્મનું મ્યુઝિક સારું છે. મ્યુઝિક સમયે સમયે સ્ટોરીને વધુ મજબૂત બનાવે છે. ફિલ્મમાં રાજકુમારના રોલ સાથે તમે કનેક્ટ થઇ જશો. ‌ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી રહી. અન્ય કલાકારોની એક્ટિંગ સારી છે. અા ફિલ્મને હું 3.5 સ્ટાર અાપું.જયેશ જૈન, ઘાટલોડિયા
http://sambhaavnews.com/

You might also like