પબ્લિક રિવ્યૂ: ભૂતથી ડરાવવાની સાથે ખડખડાટ હસાવતી ફિલ્મ

‘સ્ત્રી’ ફિલ્મનાં ડિરેક્શન અને લોકેશન કમાલનાં છે, જેના કારણે ડર પણ લાગશે તો બીજી તરફ હસવું પણ આવશે. સ્ટોરીમાં ઘણાં ટ્વિસ્ટ કમાલનાં છે. પંકજ ત્રિપાઠીએ ખૂબ જ સારો અભિનય કર્યો છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.
દર્શના રાઠોડ, ગોતા

રાજકુમાર રાવની એક્ટિંગ કમાલની છે. અભિષેક બેનરજી અને અપારશક્તિ ખુરાનાએ પણ વખાણવાલાયક અભિનય કર્યો છે. ભૂતના રોલમાં શ્રદ્ધા કપૂરે સારું કામ કર્યું છે. અમર કૌશિકનું ડિરેક્શન ખૂબ સરસ છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.
ખુશબૂ પટેલ, ગાંધીનગર

ફર્સ્ટ હાફમાં ફિલ્મ મજેદાર છે તો સેકન્ડ હાફમાં ફિલ્મ ડરાવે છે. ફિલ્મ અંત સુધી જોવાની ખૂબ મજા આવે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ મજેદાર છે. શ્રદ્ધા કપૂરની એક્ટિંગ જોરદાર છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.
પાયલ મકવાણા, નહેરુનગર

આ ફિલ્મમાં ઘણી એવી પળો આવે છે કે પેટ પકડીને હસવું આવે છે. ભૂતના રોલમાં શ્રદ્ધા કપૂર ખૂબ સુંદર લાગે છે. રાજકુમાર રાવની એક્ટિંગ જોરદાર છે. પંકજ ત્રિપાઠીએ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
સૂરજ સોની, ઘાટલોડિયા

ફિલ્મના કલાકારોનાં એક્ટિંગ અને ડાયલોગ મજેદાર છે. ફિલ્મમાં મહિલાઓની ઇજ્જત કરવી અને તેમની મરજીના સન્માન જેવા વિષયને હસતાં-હસતાં પણ ખૂબ સારી રીત દર્શાવવામાં આવ્યો છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ
હેપી પટેલ, નહેરુનગર

You might also like