પબ્લિક રિવ્યૂ: માત્ર ને માત્ર કંગનાની ફિલ્મ

‘સિમરન’ ફિલ્મનું ડાયરેક્શન ખૂબ જ કમાલનું છે. કંગના રાણાવતની એક્ટિંગ અને તેના ડાયલોગ સાથે પંચલાઈન ખૂબ ગમી. વિદેશનાં લોકેશન પણ ખૂબ જ સરસ દર્શાવ્યાં છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.રવિ સાવલિયા, વસ્ત્રાપુર

‘સિમરન’ની સ્ટોરીમાં ઘણાં ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ તો ઠીક છે, પરંતુ સેકન્ડ હાફમાં સ્ટોરી વિખરતી હોય તેવું લાગે છે. ફિલ્મની સ્ટોરી લાઈન અને અન્ય કલાકારોના અભિનય પણ બેસ્ટ છે. હું આ ફિલ્મને ર સ્ટાર આપીશ.કિશોર અકબરી, સરખેજ

‘સિમરન’ ફિલ્મની સિનેમેટોગ્રાફી તમને ફિલ્મ જોવા માટે મજબૂર કરશે. ફિલ્મના અંતને પણ સારો બનાવી શકાયો હોત, કંગના રાણાવતનું કેરેક્ટર હજુ સારું બનાવી શકાયું હોત. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ.ઉત્તમ રંગાણી, મણિનગર

ફિલ્મનો સેકન્ડ હાફ તમને થોડો ધીમો લાગશે. સેકન્ડ હાફમાં ધીરે ધીરે સસ્પેન્સ સામે આવે છે. કંગના રાણાવતે તેની ભૂમિકા બહુ સારી રીતે નિભાવી છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.ધ્રુવ ગુપ્તા, સેટેલાઇટ

આ ફિલ્મમાં કંગનાને એક ખૂબ જ ખરાબ આદત છે અને એ છે ચોરી અને જુગારની. તે એના વગર રહી નથી શકતી. ફિલ્મમાં કંગનાના કેરેક્ટરના અનેક શેડ્સ જોવા મળે છે. તે ફિલ્મમાં દરેક પરિસ્થિતિમાં એડ્જસ્ટ થઈ જાય છે, ટેન્શન નથી લેતી. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.મયૂર પંચાલ, વેજલપુર

કંગના રાણાવતનું કામ ખૂબ જ સરસ છે અને સિમરનના રોલમાં તે ઘણી જ સારી લાગે છે, પરંતુ ફિલ્મનો પહેલો હાફ દર્શકોને પક્ડી રાખે છે, પરંતુ બીજા હાફમાં તે નિરાશ કરે છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.કિરણ વસૈયા, ગોતા

You might also like