પબ્લિક રિવ્યૂ: અજયના ચાહકો માટેની ફિલ્મ

ફિલ્મનું ડિરેક્શન શ્રેષ્ઠ છે. વિઝ્યુઅલ્સના કારણે ફિલ્મ રિચ લાગે છે. માઉન્ટેન્સ, ચેસ સિક્વન્સ, રોમેન્ટિક સીન્સ, એક્શન સિક્વન્સને કેમેરામાં ઉતારવા પાછળની મહેનત ફિલ્મમાં સ્પષ્ટ નજર આવી છે. સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ સામે આવે છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
હેતલ રાઠોડ, ચાંદખેડા
ફિલ્મમાં સિનેમેટોગ્રાફી માટે અસીમ બજાજની પ્રશંસા કરવાલાયક છે. ફિલ્મમાં બેસ્ટ કેમેરાવર્ક છે. ફક્ત સ્ટોરી ખૂબ લાંબી છે. ઇન્ટરવલ પછીના ભાગને સરખો એડિટ કર્યો હોય તો ફિલ્મ વધારે દિલચસ્પ લાગત.અજય દેવગણ સિવાય બાકીના કલાકાર પણ પોતાના કિરદારમાં શ્રેષ્ઠ અભિનય આપે છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
કોમલ શાહ, સેટેલાઈટ

ફિલ્મમાં અજય દેવગણે એક વાર ફરીથી ઉમદા પર્ફોર્મન્સ અાપ્યું છે. એક્ટ્રેસ સાયેશા સહેગલ અને એરિકનો ટ્રેક પણ સારો છે. નાની બાળકીના રોલમાં અબી ગેલે સારી એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
ખુશબૂ સોલંકી, ચાંદખેડા

ફિલ્મની સિનેમેટોગ્રાફી-સ્ટોરી લાજવાબ છે. ફિલ્મનાં લોકેશન તેમજ સિનેમેટોગ્રાફી સુપર છે. આ ફિલ્મને જોઈને હોલિવૂડની ફિલ્મ યાદ આવી જાય છે. જો તમે અજય દેવગણના ફેન હો તો તેના લીધે આ ફિલ્મ જોવી જ રહી. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
ચિરાગ પટેલ, બોડકદેવ

ફિલ્મમાં બહુ જોરદાર એક્શન દૃશ્યો છે, જેનું શૂટિંગ અફલાતૂન થયું છે. અજય દેવગણ ફિલ્મમાં હિમાલયની પર્વતમાળાઓમાં સ્ટન્ટ્સ કરે છે. તેણે દરેક સીનમાં સારું પર્ફોર્મન્સ આપ્યું છે. બાકીના કલાકારનું પણ પર્ફોર્મન્સ પણ સારું હતું. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
મયૂર પંચાલ, વેજલપુર

ફિલ્મમાં અજય દેવગણ જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે છવાઈ જાય છે. અજય દેવગણે દિગ્દર્શક તરીકે ઘણું સારું કામ કર્યું છે. ફિલ્મનું મ્યુઝિક સારું છે, ફિલ્મનું ગીત ‘બોલો હર હર’ મને ગમ્યું છે. િશવાયના િસ‌િરયસ રોલમાં અજય એકદમ ફિટ થાય છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
ઋષિન પ્રજાપતિ, બોપલ

You might also like