પબ્લિક રિવ્યૂ: બીગ-બીનું પાવરપેક્ડ પરફોર્મન્સ, જેકી, મનોજ બાજપેયી પણ છવાયા

ફિલ્મમાં મનોજ બાજપેયી, જેકી શ્રોફ, રોનિત રોયની એક્ટિંગ દમદાર લાગી. ખાસ કરીને યામી ગૌતમને ઘણો સારાે રોલ આપવામાં આવ્યો છે, જેનો તેણે ભરપૂર ઉપયોગ કર્યો. ફિલ્મમાં અમિતાભ બચ્ચને પણ પોતાની અલગ છાપ છોડી છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.વિકાસ પંચાલ, વેજલપુર

ફિલ્મની વાર્તા સુભાષ નાગરે ઉર્ફે સરકાર (અમિતાભ બચ્ચન) તથા તેમના પરિવારની આસપાસ ફરે છે. અમિતાભ સિવાય બાકીના કલાકારોએ પણ પોતાના કિરદારમાં શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.
દિવ્યેશ પ્રજાપતિ, નરોડા

ફિલ્મનાં ડિરેક્શન-લોકેશન્સ-કેમેરાવર્ક કમાલનાં છે. શૂટિંગનો એન્ગલ તથા કેમેરા એન્ગલ જબરદસ્ત છે. ફિલ્મના શૂટિંગને રિયલ રાખવાનો પ્રયાસ કર્યો છે. ‘સરકાર-3’માં તમામ કલાકારોએ સારી એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને 3-5 સ્ટાર આપીશ. કિરણ વસૈયા, થલતેજ

ફિલ્મની સિનેમેટોગ્રાફી-સ્ટોરી લાજવાબ છે, સ્ક્રિપ્ટ રાઇટિંગ પણ સારું કરવામાં આવ્યું છે. ફિલ્મનું કાસ્ટિંગ સારું છે. દરેક પાત્રોએ પોતાના રોલ સારી રીતે પ્લે કર્યા છે. અમિતાભ, મનોજ બાજપેયી અને જેકી શ્રોફે ફિલ્મમાં ખૂબ સુંદર રોલ ભજવ્યો છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ. જયરાજ રાઠોડ, બોપલ

‘સરકાર-3’માં અમિતાભ બચ્ચને ફરી એક વાર સાબિત કરી દીધું છે કે તે બહુ ઉમદા એક્ટર છે. ફિલ્મ ગમે તેવી હોય પણ અમિતાભ ફિલ્મને તમારી સાથે જોડી રાખે છે. તેણે દરેક સીનમાં સારું પર્ફોર્મન્સ આપ્યું છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ. ધવલ પટેલ, વેજલપુર

ફિલ્મની સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ આવે છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મનોજ બાજપેયીની એક્ટિંગ શ્રેષ્ઠ છે. ફિલ્મના ડાયલોગ પણ દમદાર છે, તેની સાથે ફિલ્મનું કાસ્ટિંગ પણ ઘણું જબરદસ્ત છે. ફિલ્મનું સંગીત ઠીકઠાક છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ. જતીન પારગી, ચાંદખેડા
http://sambhaavnews.com/

You might also like