પબ્લિક રિવ્યૂ: સંજય દત્તના પાત્રમાં રણબીરનું પાવરપેક્ડ પર્ફોમન્સ જકડી રાખશે

ફિલ્મ કોમેડી-ટ્રેજેડી, ઈમોશનલથી ભરપૂર છે. ફિલ્મમાં રણબીર કપૂરની એક્ટિંગ કમાલની છે તો બીજી તરફ સોનમ-અનુષ્કાએ પણ તેમનો રોલ બખૂબી સાથે નિભાવ્યો છે. અન્ય સ્ટાર્સનું કામ પણ વખાણવાલાયક છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
જેનીશા ચૌધરી, થલતેજ

રાજકુમાર હિરાનીનું ડિરેક્શન વખાણવાલાયક છે. ફિલ્મમાં સંજય દત્તના રોલમાં રણબીર કપૂર એકદમ ફિટ બેસે છે. ફિલ્મની ખાસિયત તેના ડાયલોગ્સ, સિનેમેટોગ્રાફી છે. મને રણબીર કપૂર સંજય દત્તના રોલના દરેક સીનમાં ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો છે. હું આ ફિલ્મને ૪ સ્ટાર આપીશ.
હિના પટેલ, ગાંધીનગર

ફિલ્મનું સંગીત ઘણું સારું અને વખાણવાલાયક છે. સંજય દત્તના જીવનનું સ્ક્રિપ્ટરાઈટિંગ પણ સારું કરવામાં આવ્યું છે. દિયા મિર્ઝા, મનીષા કોઈરાલા, બોમન ઈરાનીએ ફિલ્મમાં શ્રેષ્ઠ કામ કર્યું છે. અનુષ્કા શર્માનો રોલ પણ દિલચસ્પ છે. હું આ ફિલ્મને ૪ સ્ટાર આપીશ.
ચાહના દવે, ઈસ્કોન

ફિલ્મ ‘સંજુ’નાં ઢગલો દૃશ્ય એક તરફ દિલને અડી જાય છે તો બીજી તરફ ઘણાં દૃશ્ય હસાવી જાય છે. ઘણી જગ્યાઓએ આંખો ભીની પણ થઇ જાય છે. ડ્રગ્સ-આતંકવાદી જેવા ગંભીર મુદ્દા ફિલ્મમાં દર્શાવ્યા બાદ સંજય દત્તના જીવનમાં જબરદસ્ત ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
રિચા સિંહા, સેટેલાઇટ

ફિલ્મમાં અનેક એવી ક્ષણ છે, જે તમને ખડખડાટ હસાવશે તો બીજી બાજુ ઈમોશનલ પણ થઈ જવાય છે. ફિલ્મમાં શાનદાર ડિરેક્શન કરાયું છે. ફિલ્મનાં સિનેમેટોગ્રાફી-લોકેશન, સ્કિપ્ટ-ડાયલોગ્સ અને સ્ક્રીનપ્લે કમાલનાં છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર સ્ટાર આપીશ.
ચિરાગ પટેલ, નરોડા

સિનેમેટોગ્રાફી જોરદાર છે. સ્ક્રિપ્ટ સારી છે. આ ફિલ્મમાં સંજય દત્તના રોલમાં રણબીર કપૂરે શાનદાર પર્ફોર્મન્સ આપ્યું છે તો સંજયના પિતાનાે રોલ પરેશ રાવલે બખૂબી નિભાવ્યો છે. નર‌િગસના રોલમાં મનીષા કોઇરાલા અને લેખિકાના રોલમાં અનુષ્કા શર્મા પણ પરફેક્ટ રહ્યાં છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
હર્ષિલ પટેલ, થલતેજ

You might also like