પબ્લિક રિવ્યૂ : થકવી નાખે તેવી પ્રેમકહાણી!

ફિલ્મમાં 40ના દાયકામાં બ્રિટિશરોનાં આધિપત્યમાં ભારતની આર્મીની શી હાલત હતી,તે બતાવામાં આવ્યું છે.ફિલ્મમાં 40ના દાયકાના રોલમાં સૈફ અલી ખાન, શાહિદ કપૂર એકદમ ફિટ બેસે છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
– ભાવિન પંચાલ, થલતેજ

ફિલ્મનું ડિરેક્શન ઘણું જ સારું છે. વિશાલ ભારદ્વાજે રિયલ લોકેશનનું શૂટિંગ ઘણી જ સારી રીતે કર્યું છે. યુદ્ધ, પ્રેમ તથા અનેક દ્રશ્યોનાં વખાણ કરી શકાય છે. ફિલ્મમાં 40ના દાયકાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી કમાલની છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
-ચિરાગ વસાવા, શિવરંજની

ફિલ્મનું ડિરેક્શન અને કલાકારોની એક્ટિંગ સારી છે.ફિલ્મમાં કંગના, સૈફ અને શાહિદની કમાલની એક્ટિંગ છે. ફિલ્મનું કાસ્ટિંગ એકદમ પર્ફેક્ટ છે.ફિલ્મમાં 40ના દાયકાની હોવાથી જોવાની મજા આવે છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
-વીરેન પટેલ, નહેરુનગર

ફિલ્મની સિનેમેટોગ્રાફી અને સ્ટોરી લાજવાબ છે, સ્ક્રિપ્ટ રાઈટિંગ પણ સરસ કરવામાં આવ્યું છે. ડાયરેક્ટર તરીકે વિશાલ ભારદ્વાજે પણ કાબિલે તારીફ ડાયરેકશન આપ્યું છે. ફિલ્મનું મ્યુઝિક તેમજ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ છે.હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
– આતિશ ચૌધરી, બોપલ

ફિલ્મની ગતિ બહુ ધીમી છે અને વાર્તાને બહુ ખેંચવામાં આવી છે. જેને કારણે ક્લાઈમેક્સ માંડમાંડ આવે છે. ફિલ્મની સ્ટોરી કે પાત્રો સ્પર્શતાં નથી જેના કારણ એની સાથે કનેક્ટ નથી થવાતું. એકાદ બે દૃશ્ય બાદ કરતાં ઘણી જગ્યાએ કંટાળો આવે છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
-મેહુલ ચૌધરી, બોપલ

ફિલ્મમાં વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે અને સુભાષચંદ્ર બોઝની આઈએનએ ભારતને અંગ્રેજોથી આઝાદ કરવામાં જોડાયેલ છે. તે દરમિયાન એક મિશન શરૂ થાય છે અને કંગનાની મુલાકાત શાહિદ કપૂર સાથે છે.બંનેને પ્રેમ થાય ત્યાર બાદ ફિલ્મમાં આગળ ઘણા વળાંક આવે છે. હું આ ફિલ્મને 3.5સ્ટાર આપીશ.
– નિકુંજ ગામિત, પ્રહ્લાદનગર
http://sambhaavnews.com/

You might also like