પબ્લિક રિવ્યૂ: અમદાવાદી યંગસ્ટર્સને ગમ્યો ‘રઇસ’

ફિલ્મનો પ્રથમ હાફ ઘણો સારો અને ઝડપી છે. જેમાં રઈસ બૂટલેગર કેવી રીતે બન્યો તેની જર્ની દેખાડવામાં આવી છે. ફિલ્મમાં શાહરુખ ખાન અને નવાજુદ્દીન સિદ્દિકીની એક્ટિંગ કમાલની છે. બંને વચ્ચેના ડાયલોગ પણ વધારે શાનદાર છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
મનોજ સેંગલ, રામદેવનગર

ફિલ્મનું ડિરેક્શન કમાલનું છે. ફિલ્મના ડાયલોગ પણ ઘણા શાનદાર છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ઘણો રોચક છે પરંતુ ફિલ્મની સ્ટોરી ઇન્ટરવેલ બાદ ખૂબ જ નબળી નજરે પડે છે હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ.
મયૂર પંચાલ, વેજલપુર

ફિલ્મ ખૂબ જ શાનદાર છે અને મને તો ઘણી પસંદ આવી છે. માહિરા ખાનની એક્ટિંગ સારી છે પરંતુ વખાણવાલાયક નથી. ફિલ્મના કેટલાક ડાયલોગ ગમશે.િફલ્મમાં શાહરુખ ખાનની એક્ટિંગ સારી છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
ભાગ્યેશ પંચાલ ,વેજલપુર

ફિલ્મ થોડી લાંબી લાગી શકે છે પરંતુ શાહરુખનું દમદાર પર્ફોર્મન્સ જોવાનું ગમશે ફિલ્મનું ડિરેક્શન બેસ્ટ છે. સાથે યુ મોહનનની સિનેમેટોગ્રાફી કમાલની છે,હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
ઋતિક પ્રજાપતિ, ઘાટલોડિયા

શાહરુખ અને નવાજુએ રોલમાં ઘણી મહેનત કરી છે. બંને વચ્ચેના સંવાદો રસપ્રદ છે. એક્ટિંગમાં નવાજુદ્દીન સિદ્દિકી અદ્દભુત છે.ફિલ્મની વાર્તા ઈન્ટરવલ પછી ઘણી જ લાંબી થઈ જાય છે, હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.
દિગેન સોની, શિવરંજની

ફિલ્મનું સંગીત સ્ટોરી પ્રમાણે પરફેક્ટ છે. પહેલાંથી જ આ ફિલ્મનું સંગીત પસંદ આવી રહ્યું છે. ફિલ્મ ક્યાંય પણ બોરિંગ નહીં લાગે. ડાયલોગ અને પંચ પણ તમને વચ્ચે વચ્ચે મનોરંજન આપતા રહેશે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
હર્ષ આશર, બોડકદેવ

ફિલ્મનું મ્યુઝિક સારું છે લૈલા મેં લૈલા સોંગ પણ સુપરહીટ છે.ફિલ્મમાં 80ના દાયકાનો માહોલ સેટ સારો તૈયાર કર્યો છે ફિલ્મના ડાયલોગ પણ સારા છે.ફિલ્મમાં શાહરુખ ખાન અને નવાજુદ્દીન સિદ્દિકીની એક્ટિંગ જોરદાર છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
નીરવ પંડ્યા, બોડકદેવ

ફિલ્મમાં અનેક ટ્વિસ્ટ આવે છે, ફિલ્મનું ડિરેકશન જબરદસ્ત છે. એક્શન સિક્વન્સ અને લોકેશન્સ કમાલનાં છે. મુશ્કિલ સીન્સ માટે સિનેમેટોગ્રાફર્સની પણ પ્રશંસા કરવી પડશે. તેમણે ખૂબ સારી રીતે ફિલ્મને શૂટ કરી છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
જિજ્ઞેશ પટેલ, શાહીબાગ

You might also like