પબ્લિક રિવ્યૂ: રાબ્તામાં સુશાંતસિંહ અને ક્રીતિ સેનનની કે‌િમસ્ટ્રી હિટ

‘રાબ્તા’ ફિલ્મનાં લોકેશન્સ કમાલનાં છે તેમજ શૂટિંગ, ડિરેક્શન અને સિનેમેટોગ્રાફી કાબિલે તારીફ છે. ફિલ્મમાં સુશાંતસિંહ અને ક્રીતિની કે‌િમસ્ટ્રી હિટ છે અને તેમણે ખરેખર સારી એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
ગિરીશ પટેલ, બોડકદેવ

ફિલ્મનાં ડિરેકશન અને એક્શન સિક્વન્સનું શૂટિંગ ઘણું દિલચસ્પ છે. ફર્સ્ટ હાફમાં ફિલ્મની સ્ટોરી ઘણી સારી છે તો સેકન્ડ હાફમાં સ્ટોરી થોડી ધીમી પડે છે. સુશાંતસિંહ રાજપૂતની એક્ટિંગ ફિલ્મમાં ઘણી દમદાર છે. હું આ ફિલ્મને સ્ટોરીના કારણે 3 સ્ટાર આપીશ.સંજય ભ‌ૂ‌િરયા, વસ્ત્રાપુર

‘રાબ્તા’માં ક્રીતિ સેનનનું કામ પણ વખાણવાલાયક છે. રાજકુમાર રાવનો લુક પણ ફિલ્મમાં સરપ્રાઈઝ કરી દેશે. ફિલ્મનું મ્યુ‌િઝક ઠીકઠાક છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ.આકાશ પ્રજાપ‌િત, વાડજ

ફિલ્મની સ્ટોરી થોડી વીક છે, ડિરેક્શન સારું છે તેમજ સિનેમેટ્રોગ્રાફીનું કામ ઘણું સારું લાગે છે. લોકેશન્સ તમને જોવાં ચોક્કસ ગમશે. તમામ ફિલ્મ સ્ટાર્સે એક્ટિંગ જોરદાર કરી છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.બ્રિજેશ દરજી, ચાંદલોડિયા

ફિલ્મની સ્ટોરી નબળી છે, પરંતુ સુશાંતસિંહ રાજપૂતની એક્ટિંગ બેસ્ટ છે, તેની સ્ટાઈલ રોલ પ્રમાણે પરફેક્ટ છે. ક્રીતિ સેનન અને સુશાંતસિંહ રાજપૂતની કે‌િમસ્ટ્રી મસ્ત લાગે છે અને ક્રીતિએ પોતાનો રોલ બખૂબી નિભાવ્યો છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.શૈશવ પરમાર, થલતેજ

‘રાબ્તા’માં ક્રીતિ સુંદર લાગે છે. આ ફિલ્મમાં રોમાન્સ, ડ્રામા, યુદ્ધ બધું જ છે. દીપિકા પદુકોણનું ગીત પણ મસ્ત છે પણ તે લાસ્ટમાં આવે છે. ફિલ્મમાં રાજકુમાર રાવની એન્ટ્રી રોમાંચક છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.ઉદિત મુનિ, નવરંગપુરા
http://sambhaavnews.com/

You might also like