પબ્લિક રિવ્યૂ: દર્શકોએ કીધું પૈસા વસૂલ ફિલ્મ ‘પોસ્ટર બોય’

ફિલ્મમાં દરેક એક્ટર્સે સારસ પર્ફૉર્મન્સ આપ્યું છે. સની દેઓલે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. બોબી દેઓલ અને શ્રેયસ તલપડેએ રોલ પણ સહજતાથી પ્લે કર્યા છે.પણ આ ફિલ્મની કોમેડી મને બહુ જ ગમી છે, આ ફિલ્મ ને 3.5 સ્ટાર આપીશ.વનરાજ રાઠોડ, ઓઢવ

ફિલ્મમાં હ્યુમર, ડ્રામા, સસ્પેન્સ અને કોમેડીની ભરમાર જોવા મળી. ફિલ્મનું ડિરેક્શન, કેમેરા વર્ક અને લોકેશન કમાલના છે. ફિલ્મના સંવાદો કમાલના છે. ઘણી વાર તમે હસી હસીને લોટપોટ થઈ જશો. હું આ ફિલ્મને3.5 સ્ટાર આપીશ.જિગર પ્રજાપતિ, નરોડા

ફિલ્મનું સંગીત સાંભળવું ગમે એવું છે. ફિલ્મનું ડિરેક્શન સારું કહી શકાય. સની દેઓલ ,બોબી દેઓલ,શ્રેયસ તલપડેની એક્ટિંગ ધમાકેદાર છે તેમજ અન્ય કલાકારોનો અભિનય હાસ્યથી ભરપુર છે. ફિલ્મમાં ભરપૂર કોમેડી છે,હું આ ફિલ્મ ને 3 સ્ટાર આપીશ.ભાગ્યેશ પંચાલ, ઘીકાંટા

પોસ્ટર બોયમાં સરકારની એક ભૂલના કારણે આ ગામના ત્રણ પુરુષોના ફોટા નસબંધી માટેનાં એક પોસ્ટર પર છપાઈ જાય છે.ત્યાર બાદ ત્રણેયની લડાઈમાં અનેક મુશ્કેલીઓ અને ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવે છે.હું ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.ઋજુલ પટેલ, ચાંદખેડા

ફિલ્મનું ડિરેક્શન શ્રેષ્ઠ છે. તેની સાથે સિનેમેટોગ્રાફી, કેમેરા વર્ક અને ફિલ્મનાં લોકેશન્સ પણ સારાં છે. પોસ્ટર બોય એક પારિવારિક કોમેડી ફિલ્મ છે. કોમેડીની સાથે સાથે ફિલ્મમાં ઈમોશન્સ પણ જોવા મળે છે. હું આ ફિલ્મ ને 3 સ્ટાર આપીશ.ભાવિન પંચાલ, વાડજ

પોસ્ટર બોયમાં બોબી દેઓલ શુદ્ધ હિંદી જોરદાર બોલે છે. સની દેઓલ કોમેડી રોલમાં એકદમ પરફેક્ટ લાગે છે. ફિલ્મ એવા લોકોએ જ જોવી જેમને કોમેડી પસંદ હોય.કેમ કે આ ટોટલી કોમેડી ફિલ્મ છે હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.માહિર ગટલી, સરખેજ

You might also like