પબ્લિક રિવ્યૂ: બે જુદાં જુદાં કલ્ચરની કોમેડી ફિલ્મ પટેલ કી પંજાબી શાદી

ફિલ્મનું ડિરેક્શન સરસ છે.ફિલ્મમાં પંજાબી અને ગુજરાતી પરિવારનાં સંતાનનાં લગ્નના મુદ્દે થતી મીઠી ખેંચતાણ દર્શાવવામાં આવી છે. સિનેમેટોગ્રાફી પણ સારી છે. ફિલ્મના સહકલાકારોએ પણ પોતાનો રોલ સારી રીતે નિભાવ્યો છે. ફિલ્મ ફેમિલી ઓડિયન્સને પણ ખૂબ જ પસંદ પડશે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશજયદીપ મારવિયા, બાપુનગર

ફિલ્મની કહાણી ખૂબ જ સુંદર છે. ફિલ્મની શરૂઆત તથા અંત જકડી રાખે છે. ફિલ્મમાં વચ્ચે એવું બને છે કે દર્શકો હસી પડે છે, જોકે પૂરી રીતે ફિલ્મની સ્ક્રિપ્ટ તથા એડિટિંગ જોરદાર છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.રવિરાજ પટેલ, ચાંદખેડા

ફિલ્મના બધા કલાકારોની એક્ટિંગ ખૂબ જ સરસ છે. કોમેડી સીન ખૂબ જ સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યાં છે. ફિલ્મનો પહેલો હાફ તમને થોડો બોર કરે છે, પરંતુ સેકન્ડ હાફ ફિલ્મની કહાણીને બાંધી રાખે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઠીક છે. હું આ ફિલ્મને ૨.૫ સ્ટાર આપીશ.જયદીપ વડોદરિયા, ચાંદખેડા

ફિલ્મનાં ડિરેક્શન-લોકેશન્સ અને સિનેમેટોગ્રાફી કમાલનાં છે. ઋષિ કપૂરે પણ મજબૂત એક્ટિંગ કરી છે. વીરદાસની કોમેડી સારી છે ફિલ્મ જોવા જઈએ તો બહુ જ મજા આવશે. હું ફિલ્મને ૩.૫ સ્ટાર આપીશ.રવિ પાદરિયા, બોપલ

ફિલ્મનું ડિરેકશન સરસ છે. ફિલ્મની વાર્તા પણ ખૂબ પસંદ આવી પણ કેટલાક સીનમાં ફિલ્મ લંબાતી હોય તેવું પણ લાગતું હતું, ફિલ્મમાં પરેશ રાવલની ખૂબ જ ધમાકેદાર એક્ટિંગ છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.મિલન પટેલ, નિકોલ

ફિલ્મમાં ઋષિ મોડર્ન વિચારધારા ધરાવે છે જ્યારે પરેશ રાવલ બીજાને પણ આસ્થા ચેનલ જોવાની સલાહ આપે છે.જોકે લગ્ન સારી રીતે થાય એ માટે પંજાબી પરિવાર ગુજરાતી પરિવારના કલ્ચરમાં રંગાવાનું શરૂ કરે છે અને પછી વાર્તામાં અલગઅલગ ટ્વિસ્ટ આવવાની શરૂઆત થાય છે.. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.જય પટેલ, ગાંધીનગર

You might also like