પબ્લિક રિવ્યૂ: ન્યૂટનમાં રાજકુમારની દમદાર એક્ટિંગઃ જોવા જેવી ફિલ્મ

‘ન્યૂટન’માં રાજકુમાર રાવ સરકારી કર્મચારીની રોલમાં છે જે ‘રુલ બુક’ અનુસાર ચાલે છે. જેના કેટલાક નિયમો છે અને તે કોઇ પણ કિંમતમાં તેને પૂર્ણ કરવામાં માને છે. એટલે જ તે ૧૮ વર્ષની નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાથી ઇન્કાર કરી દે છે. હું અા ફિલ્મને ૩.૫ સ્ટાર અાપું છું.નિખિલ શ્રીવાસ્તવ, અાંબાવાડી

ચૂંટણી અને વોટિંગ જેવા મુદ્દાને ખૂબ જ સીધા સાદા પરંતુ ઊંડા અંદાજમાં ઉઠાવવામાં આવ્યો છે.રાજકુમાર રાવની ડ્યૂટી નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ગોઠવવામાં આવે છે. જે દરેક કામ નિયમથી કરવા માગે છે. હું અા ફિલ્મને૩.૫ સ્ટાર અાપું છું. ઋત્વિક વણકર, જોધપુર

ફિલ્મના સંવાદ અને સ્ક્રીન પ્લે વધારે દમદાર છે. ફિલ્મની ખાસિયત એ છે કે, ફિલ્મ મજાક મજાકમાં સંદેશ આપી જાય છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને લોકેશન્સ કમાલનાં છે. રાજકુમાર રાવની એક્ટિંગ દમદાર છે. હું અા ફિલ્મને ૪ સ્ટાર અાપું છું. સાહિલ શેખ, જુહાપુરા

રાજકુમાર રાવની પાવરફુલ એક્ટિંગથી આ ફિલ્મ મસ્ટ વોચ બની છે. રાજકુમાર રાવ ઉપરાંત પંકજ ત્રિપાઠી, રઘુવીર યાદવ અને અંજલિ પાટીલે પણ સરસ એક્ટિંગ કરી છે.ફિલ્મની સ્ટોરી, એન્ટરન્ટેઇન્મેન્ટ અને મેસેજ ત્રણેયને સારી રીતે રજૂ કરે છે. હું ફિલ્મને ૪.૫ સ્ટાર અાપું છું.વિકાસ રાજ, કાંકરિયા

ન્યૂટન ફિલ્મ છત્તીસગઢનાં જંગલો અને નક્સલીઓનો ડર. ફિલ્મ દ્વારા દેશની ચૂંટણી અને અંતરિયાળ વિસ્તારોમાં લોકોની જિંદગીને ખૂબ જ સારી રીતે દર્શાવામાં આવી છે.રાજકુમારની એકટિંગ દમદાર છે. અા ફિલ્મને હું ૩.૫ સ્ટાર અાપું છું. અંકિત પટેલ, નહેરુનગર

ફિલ્મમાં સંવાદ અને ખાસ કરીને સ્ક્રીન પ્લે ખૂબ જ દમદાર છે. જેના માટે રાઈટર મયંક તિવારીની મહેનતને વખાણવાલાયક છે તેમજ પંકજ ત્રિપાઠીની એક્ટિંગ દમદાર છે. ફિલ્મનું મ્યુઝિક શ્રેષ્ઠ છે..અા ફિલ્મને હું ૩.૫ સ્ટાર અાપું.
જયેશ જૈન, ઘાટલોડિયા

You might also like