પબ્લિક રિવ્યૂ : પરિવારની શોધની અદ્ભુત કથા

ડાયરેક્ટર ગાર્થ ડેવિસે સુંદર ફિલ્મ બનાવી છે. ફિલ્મની વાર્તામાં સની પવાર તેની માતા અને ભાઈને શોધતો હોય છે અને તેમને શોધતાં શોધતાં તે કોલકાતાના અનાથ આશ્રમમાં પહોંચી જાય છે તે બતાવ્યું છે. ત્યારબાદ તેને ઓસ્ટ્રેલિયન પરિવાર દત્તક લે છે. ફિલ્મમાં ઘણા ઈમોશનલ સીન છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
ઋત્વિક શાહ, પાલડી

ફિલ્મની સ્ક્રિપ્ટ અત્યંત ઇમોશનલ છે, જેના કારણે અલગ અલગ તબક્કાએ ફિલ્મ તમને વિચારવા માટે મજબૂર કરી દે છે. ફિલ્મમાં એવી અનેક ક્ષણ આવે છે જ્યારે આંખમાં આંસુ આવી જાય છે. ફિલ્મમાં વાર્તાને બહુ સારી રીતે દર્શાવવામાં આવી છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
ધ્રુવ શાહ, નિર્ણયનગર

ફિલ્મનું ડિરેક્શન લાજવાબ છે. ફિલ્મમાં એક પછી એક બનતી નવી ઘટનાઓ તમને ફિલ્મ સાથે જોડી રાખે છે. દેવ પટેલનું કામ ફિલ્મમાં નવી છાપ છોડી જાય છે. બાળકના રોલમાં સની પવારના લીધે ફિલ્મને જોવી બહુ ગમી. ફિલ્મની સ્ટોરીના કારણે ચાર સ્ટાર આપીશ.
ભાર્ગવ કોડીનારિયા, બોડકદેવ

ફિલ્મમાં દેવે જોરદાર અભિનય કર્યો છે. ફિલ્મમાં સની પવારે જીવ રેડી દીધો છે. રૂની મારા, ડેવિડ બેનહામ તેમજ ફિલ્મના બાકીના કલાકારોની એક્ટિંગ પણ સારી છે. આ ફિલ્મ બાળકો તેમજ ફેમિલી સાથે જોવા જેવી છે. હું આ ફિલ્મને ૪.પ સ્ટાર આપીશ.
જય સંઘાણી, બોડકદેવ

આ ફિલ્મની સ્ટોરીમાં ખંડવામાં રહેતાે પાંચ વર્ષનાે બાળક તેની માતા અને ભાઈને સ્ટેશન પર શોધતો હોય છે. સની પવારના કારણે આ ફિલ્મ જોવાની મજા આવે છે. ફિલ્મ ડિરેક્ટરનું કામ અદ્ભુત છે તેમજ ફિલ્મમાં સાઉન્ડ ઈફેક્ટ પણ કાબિલે તારીફ છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
કિશન પાઠક, ગોતા

ફિલ્મની વાર્તા એકદમ રિયલ લાગી. ફિલ્મનું મ્યુઝિક એની વાર્તા સાથે મેળ ખાય છે અને ગીતો પણ સારાં લખ્યાં છે. આ ફિલ્મ બાળકોને પણ ખૂબ ગમશે તેમજ તેઓને પ્રેરણા મળે તેવી આ ફિલ્મ છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
રવિ પાટીલ, ગુરુકુળ

You might also like